Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોગલધામના મણિધરબાપુની દીકરીને ભગાડીને બુકીએ કર્યા લગ્ન, કચ્છ પંથકમાં ચકચાર

Manidharbapu daughter Kidnapped : મણિધરબાપુના દીકરીનું અપહરણ એક બુકી દ્વારા કરવામાં આવ્યું
મોગલધામના મણિધરબાપુની દીકરીને ભગાડીને બુકીએ કર્યા લગ્ન  કચ્છ પંથકમાં ચકચાર
Advertisement
  • મણિધરબાપુની દીકરીનું ભુજના બુકીએ કર્યું હતું અપહરણ
  • યુવતી સાથે ભુજના બુકીએ લગ્ન કરી લીધા 
  • બંનેએ પોલીસેને લગ્નનું પ્રમાણપત્ર બતાવ્યું

Manidharbapu daughter Kidnapped : ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પ્રસિદ્ધ સંતના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉ મોગલધામના મણિધરબાપુના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. જોકે પ્રાથમિક માહિતી એ પ્રકારની છે કે, મણિધરબાપુના દીકરીનું અપહરણ એક બુકી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે ભચાઉ પોલીસે તુરંત એક ટીમ તૈયાર કરીને તેમના દીકરીની શોધ માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે પોલીસે દીકરી સાથે બુકીને વલસાડમાંથી ઝડપી પાડ્યા હતા. જો કે ઝડપાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો. દિકરી પોતાની મરજીથી યુવક સાથે ગઇ હતી. બંન્નેએ લગ્ન કરી લીધા હતા.

મણિધરબાપુની દીકરીએ લગ્ન કરી લીધા

પરંતુ આ કેસમાં ખુબ જ મોટો વળાંક આવ્યો હતો, જ્યારે પોલીસે બુકી અને દીકરીને એકસાથે હાથમાં હાથ નાખીને ઉભેલા જોવા મળ્યા હતા.જોકે આ મણિધરબાપુની દીકરીને આ બુકી 25 મી નવેમ્બરના રોજ ભગાડીને લઈ ગયો હતો. ત્યારે ખળભળાટ મચી ગયો હતો. તે ઉપરાંત આ મામલાને જેમ બને તેમ છૂપાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા વાત હવાની જેમ ફેલાઈ જતા હાલમાં આ મામલો ગુજરાતનો સૌથી ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે... મણિધરબાપુની દીકરી અને યુવકે લગ્ન કરી લીધા છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : સાયકલ ચાલકને ટક્કર મારી ભાગવું પડ્યું ભારે

Advertisement

બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા

પોલીસ જ્યારે તેમની પાસે આવી હતી, ત્યારે ભુજના બુકી ઓમે કાયદેસરનું લગ્નનું પ્રમાણપત્ર પણ બતાવ્યું હતું. તે ઉપરાંત આ બંનેએ પોલીસને એ પણ જણાવ્યું છે કે, આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. જોકે હાલમાં, પોલીસે બંનેને લઈ ભચાઉ પહોંચી છે. કારણ કે... મણિધરબાપુએ તે બન્નેને પોતાની પાસે બોલાવ્યા છે. તે ઉપરાંત બુકી સમતના પરિવારજનોને આ માહિતી મળતા, તેઓ પણ ભચાઉ જવા માટે નીકળ્યા છે. ત્યારે આ બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો મોટો નિર્ણય,જો ડૉક્ટરો આવું કરશે..

Tags :
Advertisement

.

×