Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : આતંકી હુમલાને સંત સમાજે આકરા શબ્દોમાં વખોડ્યો, સૂર્યસાગરજી મહારાજ- એક આંસુ પાડશે અને બીજો આસુ લૂછશે

જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સંત સમાજે આતંકી હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે.
pahalgam terror attack   આતંકી હુમલાને સંત સમાજે આકરા શબ્દોમાં વખોડ્યો  સૂર્યસાગરજી મહારાજ  એક આંસુ પાડશે અને બીજો આસુ લૂછશે
Advertisement
  • પહલગામમાં આતંકી હુમલાને લઈને સંત સમાજમાં રોષ
  • સંત સમાજે આતંકી હુમલાને આકરા શબ્દોમાં વખોડી
  • મૃતકોને મોરારીબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

મંગળવારનાં રોજ જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં પ્રવાસીઓની આતંકવાદીઓ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં 26 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં બોલિવૂડ કલાકારો સહિત સાધુ સંતોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ધર્મ પૂછી 26 લોકોની આતંકવાદીઓએ હત્યા કરીઃ સૂર્યસાગરજી મહારાજ

જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા મામલે આચાર્ય સૂર્યસાગરજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ધર્મ પૂછી 27 લોકોની હત્યા કરી નાખી મુસ્લિમ આતંકવાદીઓએ. હવે દેખાડા માટે કેન્ડલ માર્ચ નીકાળી રહ્યા છે. સાવચેત રહેવાની જરૂર છે. એક આંશુ પાડશે અને બીજા આંસુ લૂછશે.

Advertisement

Advertisement

અમે આતંકવાદીઓ સાથે ટક્કર લેવામાં સક્ષમ છીએઃ અરૂણગીરી મહારાજ

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં થયેલ આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલાને લઈ સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંત સમાજે આતંકી હુમલાની આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. આહવાન અખાડાના પીઠાધિશ્વર અરુણગીરી મહારાજે નિવેદન આપ્યું હતું કે, અમે આતંકવાદીઓ સાથે ટક્કર લેવામાં સક્ષમ છીએ. નાગા સંન્યાસી તેમના જેવા થશે તો શું થશે? અમે સદ્ભાવના અને પ્રેમ ઈચ્છીએ છીએ. જમ્મૂ કાશ્મીર 13 અખાડાના સંન્યાસીઓને આશ્રમ માટે મંજૂરી આપે.

આ પણ વાંચોઃ Bhavnagar: પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા પિતા-પુત્રના મૃતદેહને વતન લવાશે, જુઓ ભાવનગરના 20 સભ્યોનું લીસ્ટ

આતંકી હુમલો ખુબ જ ગંભીર ઘટના: મોરારીબાપુ

આ બાબતે કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી હતી કે, મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ આતંકી હુમલો ખૂબ જ ગંભીર ઘટના છે. આવા તત્વોને જવાબ આપવો જ પડે.

આ પણ વાંચોઃ Bhavnagar: કથા સાંભળવા ગયેલા પિતા-પુત્ર થયા સંપર્ક વિહોણા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

Tags :
Advertisement

.

×