Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલની નવી તારીખ જાહેર, કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો જાહેર

ઓપરેશન શિલ્ડ હેઠળ યોજાનાર મોકડ્રિલ અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
gandhinagar   ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલની નવી તારીખ જાહેર  કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો જાહેર
Advertisement
  • ઓપરેશન શિલ્ડ મોકડ્રિલની નવી તારિખ જાહેર
  • 31 મે ના રોજ યોજાશે ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ
  • ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ
  • અગાઉ આજે યોજાનાર મોકડ્રિલ મોકૂફ રખાય હતી

ઓપરેશન શિલ્ડ હેઠળ તા. 29 મે ગુરૂવારના રોજ મોકડ્રિલ યોજાવાની હતી. પરંતું અગમ્ય કારણોસર મોકડ્રિલ રદ્દ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રીલની નવી તારીખ ફરી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રિલ યોજાશે

તા. 29 મે ગુરૂવારના રોજ યોજાનાર મોકડ્રિલ ગત રોજ રાત્રે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે કેન્દ્ર સરકાર દ્વારા તા. 31 મે ના રોજ મોકડ્રિલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નવી તારીખો અંગેનો પરિપત્ર પણ કર્યો છે. આ પહેલા 7 મે ના રોજ મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રિલ યોજાશે. સાંજે 5 વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે.

Advertisement

ગત રોજ મોકડ્રિલની જાહેરાત બાદ મોકૂફ રખાઈ હતી

ગત રોજ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મોકડ્રિલને લઈ મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોકડ્રીલ અંગેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. પરંતું થોડા સમય બાદ મોકડ્રીલ મોકૂફ રાખ્યા અંગેની જાણ કરૂ હતી.

Advertisement

મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સનાં DGP સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત

પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે રાજ્યભરમાં વોર મોકડ્રીલનું (War Mock Drill) આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ (Dr. Jayanti Ravi), સિવિલ ડિફેન્સનાં DGP મનોજ અગ્રવાલ (Manoj Agarwal) સહિતનાં અધિકારીઓ, જિલ્લા કક્ષાનાં અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા છે. તૈયારીઓને લઈ વીસી મારફતે સમીક્ષા કરાઈ હોવાની માહિતી છે. ડો. જયંતી રવિએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરને (Operation Sindoor) આગળ વધારતું 'ઓપરેશન શિલ્ડ'નું (Operation Shield) આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમમથી સમીક્ષા કરાઈ છે. કલેક્ટર અને મનપા કમિશનર સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Mahesana: બહુચરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

દરેક જિલ્લામાં એક-બે સ્થળે મોકડ્રીલ, બ્લેકઆઉટનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક જિલ્લામાં એક-બે સ્થળોએ મોકડ્રીલ યોજાશે. જિલ્લા કલેક્ટરોને મોકડ્રીલની સૂચના આપી છે. સેના અને જિલ્લા અધિકારીઓનાં સંકલનમાં મોકડ્રીલ યોજાશે. મોકડ્રીલમાં (War Mock Drill) હવાઈ હુમલામાં પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે શું કરી શકાય તે અંગે લોકોને સમજ અપાશે. જિલ્લામાં એક-બે સ્થળે બ્લેકઆઉટ (Blackout) પણ કરાશે.

આ પણ વાંચોઃ Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, પાકનો સોથ વળ્યો

જાણો મોકડ્રીલમાં શું કરવામાં આવશે ?

> મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
> નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
> મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે
> હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
> નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.

Tags :
Advertisement

.

×