Panchmahal: ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દૂધ ઉત્પાદકોને મોટી ભેટ
- ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દૂધ ઉત્પાદકોને મોટી ભેટ
- પંચમહાલ, દાહોદ, મહીસાગરના દૂધ ઉત્પાદકોને ભેટ
- પંચમહાલ ડેરીના ચેરમેનની અઢી લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ભેટ
- પશુ પાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ.20નો કર્યો વધારો
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દૂર ઉત્પાદકોને મોટી ભેટ મળી છે. પંચમહાલ, દાહોદ, મહીસાગરના દૂધ ઉત્પાદકોને ભેટ આપી છે. પંચમહાલ ડેરીના ચેરમેનની અઢી લાખની વધુ દૂધ ઉત્પાદકોને ભેટ આપી હતી. પશુ પાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ. 20 નો વધારો કર્યો હતો.
CMની ઉપસ્થિતિમાં પંચામૃત ડેરીના નિયામક મંડળ મળી
ગુજરાતનાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પશુ પાલકોને ભેટ આપી હતી. પ્રતિ કિલો ફેટે 820ની જગ્યા પર હવે 840 રૂપિયા ચૂકવાશે. સીએમના હસ્તે 285 કરોડના યુ.એચ.ટી મિલ્ક પ્લાન્ટનું ખાતમુર્હર્ત કરવામાં આવ્યું હતું. સીએમની ઉપસ્થિતિમાં પંચામૃત ડેરીના નિયામક મંડળ સાથે બેઠક યોજાશે. પ્રોસેસિંગ પ્લાન્ટથી દૂધ ઉત્પાદકો, ખેડૂતોની આવકમાં વધારો થશે. આત્મનિર્ભર ભારતની દિશામાં પંચામૃત ડેરીની નવતર પહેલ છે.
ગુજરાત દિને CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
ગુજરાતના સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશ આપતા કહ્યું હતું કે, ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે. ગુજરાત અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું આગવું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનશે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવાશે.
જેમાં પંચામૃત ડેરી ખાતે યુ.એચ.ટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચુ્અલ ઉદ્દઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત હાલોલમાં લીથયમ-આર્યન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે.
ગુજરાત રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો
બામરોલી રોડ ખાતે ભવ્ય પોલીસ પરેડ, એસઆરપી ગ્રાઉન્ડમાં પંચમહાલ જિલ્લાની તેમજ ગુજરાત રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં યોગ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલોલ ખાતે સ્થિત રૂબામીન પ્રા.લી. કંપનીની મુલાકાત કરી ત્યાં લીથીયમ-આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોધરા SRP ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
આ પણ વાંચોઃ Surat : મહિલા PSI સહિત ત્રણ રૂ. 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
649.77 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
આશિષ કુમારે વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌરવ દિવસ નિમિતે મુખ્યમંત્રીના હસ્તે ગોધરા ખાતેથી રૂપિયા 649.77 કરોડના વિવિધ 86 વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કર્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, આદિજાતિ વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, RTO વિભાગ અને નગરપાલિકા જેવા વિવિધ વિભાગોના કામોનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચોઃ Surat : ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો સણસણતો જવાબ! કહ્યું- સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે..!


