Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Par-Tapi River Link Project : અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે : નરેશ પટેલ

વાંસદાનાં MLA અનંત પટેલની (MLA Anant Patel) જાહેરાત બાદ હવે MLA નરેશ પટેલ (MLA Naresh Patel) મેદાને આવ્યા છે.
par tapi river link project   અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે   નરેશ પટેલ
Advertisement
  1. પાર-તાપી રિવર લિંક યોજનાને લઈ રાજકારણ ગરમાયું (Par-Tapi River Link Project)
  2. આદિવાસી સમાજે સરકાર સામે ચડાવી શકે છે બાંયો!
  3. વાંસદાનાં MLA અનંત પટેલે આંદોલનની કરી હતી જાહેરાત
  4. અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે: નરેશ પટેલ

Navsari : દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી રિવર લિંક યોજનાને (Par-Tapi River Link Project) લઈ રાજકારણ ગરમાયું છે. એક તરફ આ યોજના સામે આદીવાસી સમાજ સરકાર સામે બાંયો ચઢાવી શકે છે. ત્યારે બીજી તરફ એક બાદ એક નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. વાંસદાનાં MLA અનંત પટેલની (MLA Anant Patel) જાહેરાત બાદ હવે MLA નરેશ પટેલ (MLA Naresh Patel) મેદાને આવ્યા છે. તેમણે કહ્યું કે, અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો લાભ લેવા જૂઠ્ઠાણું ચલાવે છે.

આ પણ વાંચો - Ahmedabad : Gujarat First સાથે EXCLUSIVE વાતચીત, કહ્યું- MLA એ ગાજવાને બદલે લાજવાની જરૂર..!

Advertisement

અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે: નરેશ પટેલ

દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી રિવર લિંક યોજના (Par-Tapi River Link Project) અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલની ફરી આંદોલન કરવાની જાહેરાત બાદ હવે BJP ના ધારાસભ્ય નરેશ પટેલ મેદાને આવ્યા છે. ગણદેવીનાં ધારાસભ્યે (MLA Naresh Patel) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો લાભ લેવા માટે તેઓ માત્ર જૂઠ્ઠાણું ચલાવે છે. લોકસભાનાં મોન્સૂન સત્રમાં ડીપીઆર મૂકાતા આદિવાસી સમાજ (Tribal Community) ફરી આંદોલનની શરૂઆત કરશે તેવું અનંત પટેલે નિવેદન આપ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Gondal : બિલિયાળા ગામમાં વાડીમાં પાણીની મોટર ચાલુ કરતા વીજ કરંટથી પિતા-પુત્રના મોત

2022માં પાર-તાપી રિવર લિંક યોજના સામે થયો હતો વિરોધ

જણાવી દઈએ કે, વર્ષ 2022માં પાર-તાપી રિવર લિંક યોજના સામે આદીવાસી સમાજનાં લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદીવાસી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને યોજનાનો વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજનાં લોકોનાં વિરોધને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વર્ષ 2022 માં આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - Mehsana : વિજાપુર પાસે ગમખ્વાર અકસ્માત, કાર-રિક્ષાની ટક્કરમાં 28 દિવસના માસૂમનું મોત

Tags :
Advertisement

.

×