Patan : ઉ. ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા આણંદનાં ખેલાડીઓ ઝડપાયા
- Patan માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના
- હોસ્ટેલ રૂમમાં રાતે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
- ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાગ લેવા આણંદથી આવ્યા હતા વિદ્યાર્થીઓ
પાટણમાં (Patan) ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન હોસ્ટેલનાં રૂમમાં કેટલાક ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આ ખેલાડીઓ ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ સ્પર્ધામાં (Gujarat State Basketball Competition) ભાગ લેવા આણંદથી આવ્યા હતા. દારૂની મહેફિલ સામે હોસ્ટેલનાં રેક્ટરે વાંધો ઉઠાવતા ખેલાડીઓએ રેક્ટર પર ગાડી ચઢાવી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે. આ મામલે બી ડિવિઝન પોલીસમાં જાણ કરાઈ છે.
આ પણ વાંચો - Bharuch : અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પર ખાનગી અને ST બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘવાયા
ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા ખેલાડીઓ
માહિતી અનુસાર, પાટણ જીમખાના (Patan Gymkhana) ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ આવ્યા હતા. આયોજનનાં ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં ખેલાડીઓનાં રહેવાની સગવડ જીમખાના દ્વારા પરમિશન લઈ કરાઈ હતી. જો કે, આરોપ છે કે રાત્રિ દરમિયાન કેટલાક ખેલાડીઓ દ્વારા હોસ્ટેલનાં રૂમમાં દારૂની મહેફિલ માણવામાં આવી હતી. આ અંગે જાણ થતાં હોસ્ટેલનાં રેક્ટર દ્વારા વિરોધ કરવામાં આવતા ખેલાડીઓએ રેક્ટર સામે દાદાગીરી કરી હતી.
આ પણ વાંચો - Junagadh : જેતપુર-સોમનાથ હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાઈ, કુલ 7 નાં મોત
દારૂની મહેફિલ માણતા ખેલાડીઓનો રેક્ટરે વિરોધ કરતા દાદાગીરી કરી
એવો પણ આરોપ છે કે આણંદથી (Anand) આવેલા આ નબીરાઓ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની મોંઘીદાટ ગાડી રેક્ટર પર ચઢાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રેક્ટર દ્વારા બૂમાબૂમ કરતા અન્ય સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને નબીરાઓને ઝડપી લીધા હતા. આ ઘટનાની જાણ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ ન નોઘાઈ હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Mahesh Langa Case : રાજકોટમાં લાખો રૂપિયાનાં GST કૌભાંડ કેસમાં વધુ એકની ધરપકડ


