ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan Ragging Case : જુનિયર વિદ્યાર્થીનાં મોત બાદ રેંગિગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીની ધરપકડ

MBBS નાં બીજા વર્ષનાં 15 વિદ્યાર્થીઓને તપાસ માટે પોલીસ મથકે લવાયા હતા.
09:38 PM Nov 18, 2024 IST | Vipul Sen
MBBS નાં બીજા વર્ષનાં 15 વિદ્યાર્થીઓને તપાસ માટે પોલીસ મથકે લવાયા હતા.
  1. હોસ્ટેલમાં રેંગિગ કરનારા 15 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી (Patan Ragging Case)
  2. MBBS નાં બીજા વર્ષનાં 15 વિદ્યાર્થીઓને તપાસ માટે પોલીસ મથકે લવાયા
  3. એન્ટી રેગિંગ કમિટી દ્વારા જવાબ મેળવ્યા બાદનો વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ

પાટણ (Patan) જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજમાં MBBS નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રેગિંગ બાદ મોત નીપજ્યા મામલે પોલીસે રેંગિગ કરનારા 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. MBBS નાં બીજા વર્ષનાં 15 વિદ્યાર્થીઓને તપાસ માટે પોલીસ મથકે લવાયા હતા. બીજી તરફ એન્ટી રેગિંગ કમિટી દ્વારા જવાબ મેળવ્યા બાદનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ (Patan Ragging Case) મોઢું સંતાડતા નજરે પડયા હતા.

આ પણ વાંચો - Kutch : ફરી એકવાર ધરા ધ્રુજી, આ વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો તીવ્રતા

રેંગિગ કરનારા 15 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી

પાટણ જિલ્લામાં (Patan) આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં MBBS નાં વિદ્યાર્થી 18 વર્ષીય અનિલ મેથાણીયાનું રેગિંગ (Ragging Case) બાદ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે કોલેજનાં CCTV ફૂટેજ તપાસી અને અન્ય જુનિયર વિદ્યાર્થીઓનાં નિવેદનો લઈ તેના આધારે રેગિંગ કરનારા 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, MBBS નાં બીજા વર્ષનાં 15 વિદ્યાર્થીઓને તપાસ માટે પોલીસ મથકે લવાયા હતા. મૃતક યુવક અનિલ મેથાણીયા સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) ધ્રાંગધ્રા તાલુકાનાં જેસડા ગામનો વતની હતો.

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!

એન્ટી રેગિંગ કમિટી દ્વારા જવાબ મેળવ્યા બાદનો વીડિયો વાઈરલ

આ ઘટના સામે આવતા એન્ટી રેગિંગ કમિટી (Anti-Ragging Committee) દ્વારા પણ તપાસ તેજ કરાઈ હતી અને ભોગ બનનારા અને રેગિંગ કરનારા (Patan Ragging Case) વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. જો કે, એન્ટી રેગિંગ કમિટી દ્વારા જવાબ મેળવ્યા બાદનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ મોઢું સંતાડતા નજરે પડયા હતા. ઘટનાની વાત કરીએ તો કોલેજનાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું 3 કલાકથી વધુ રેગિંગ (Ragging Case) કરાયું હતું. જુનિયરોને રૂમમાં બોલાવી 3 કલાક સુધી ઊભા રાખ્યા હતા. આરોપ છે કે, સતત ઊભા રાખવાને કારણે MBBS નાં પ્રથમ વર્ષમાં અભ્ચાસ કરતા 18 વર્ષીય અનિલ મેથાણીયા નામના વિધાર્થીનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Surat : ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ, હત્યાનું કારણ ચોંકાવનારું!

Tags :
Boys HostelBreaking News In GujaratiDharpur Medical CollegeDhrangadhraGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMBBS Student DeathMedical College Anti-Ragging CommitteeNews In GujaratiPatanPatan PoliceRagging CaseSurendranagar
Next Article