Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 લોકોનાં મોત

Patan નાં ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો અકસ્માત બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનાં 4 લોકોનાં મોત પાટણનાં (Patan) ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રામગઢ પાટિયા પાસે છોટા હાથી અને અલ્ટો કાર (Alto...
patan   ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત  કારમાં સવાર 4 લોકોનાં મોત
Advertisement
  1. Patan નાં ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત
  2. છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  3. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનાં 4 લોકોનાં મોત

પાટણનાં (Patan) ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રામગઢ પાટિયા પાસે છોટા હાથી અને અલ્ટો કાર (Alto Car) વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે. અલ્ટો કારમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Kheda: બાળકીઓને મીઠાઇની લાલચ આપી સેંકડો વખત દુષ્કર્મ

Advertisement

Advertisement

છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પ્રાથમિક અહેવાલ અનુસાર, પાટણ (Patan) ખાતેનાં ચાણસ્મા હાઈવે પર દીવાળીનાં દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રામગઢ પાટિયા પાસે છોટા હાથી (Chota Hathi) અને અલ્ટો કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર ચાર લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહ

બનાસકાંઠાનાં કાંકરેજ તાલુકાનાં 4 લોકોનાં મોત

આ અકસ્માતને પગલે હાઇવે (Chansma Highway) પર લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. જ્યારે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો બનાસકાંઠાનાં કાંકરેજ તાલુકાનાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીનાં તહેવારમાં એક સાથે 4 સભ્યોને ગુમાવતા કાંકરેજ તાલુકાનાં પરિવારમાં માતમ છવાયો છે.

આ પણ વાંચો - VADODARA : સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટર ગેરહાજર

Tags :
Advertisement

.

×