Banaskantha: ભાભરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની ધરપકડ, તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો હુમલો
- ભાભરમાં આતંક મચાવનવારા તત્વોની ધરપકડ
- SPની વિવિધ ટીમે 7 આરોપીઓને ઝડપી પાડ્યા
- ડોન તરીકેની ઓળખ ઊભી કરવા કરી હતી બબાલ
બનાસકાંઠા (Banaskantha)ના ભાભરના બજાર વચ્ચે આતંક મચાવનાર તત્વો (Antisocial elements)ની પોલીસે ધરપકડ કરી છે. ભાભર પંથકમાં પોતાની ડોન તરીકેની ઓળખ ઉભી કરવા બંને પક્ષના લોકો સામ સામે આવ્યા હતા. નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના પડધા પડતા વાવના ધારાસભ્ય (vav Mla) અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (MP geniben Thakor) પણ રેલી સ્વરૂપે રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ(Banaskantha District Supretendent) વડાએ વિવિધ ટીમો બનાવીને સાત આરોપીને ઝડપી પાડ્યા હતા.
સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થાય તેવી પોસ્ટ કરવા વિનંતી
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બનાસવાસીઓને વિનંતી કરી હતી કે, આ કોઈ સમાજ કે જાતિનો ઝઘડો નથી. પોતાના ઈગો માટે અસામાજિક તત્વો સામ સામે આવ્યા હતા. સોશિયલ મીડિયામાં બંને સમાજ વચ્ચે વિવાદો ઉભો થાય તેવી પોસ્ટો ન કરવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા (Akshayraj Makwana) એ અપીલ કરી હતી. ગુનાહિત ઈતિહાસ ધરાવતા બંને પક્ષો સામે કડક કાર્યવાહી કરવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
અસામાજિક તત્વોને પકડવા રજૂઆત કરી હતી
બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોના હુમલાને લઈ સાંસદ અને ધારાસભ્ય લોકો સાથે રેલીમાં જોડાયા હતા. ભાભર શહેરમાં વારંવાર સામાજિક તત્વોના હુમલાથી લોકોમાં દહેશત છે. ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ભાભરમાં સરેઆમ જાહેર હુમલો કરી પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આવા અસામાજીક તત્વોને પકડી અને કડક કાર્યવાહ કરવાની સાંસદ અને ધારાસભ્ય દ્વારા માંગ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોર (MP geniben Thakor) અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor)નું હોમ ગ્રાઉન્ડ ભાભર હોવા છચાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરે શું માંગ કરી
આ બાબતે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ભાભર શહેરની સુરક્ષા બાબતે અમારી પોલીસ પાસે માંગણી છે. જેમાં મુદ્દા નં. 1 અસામાજિક તત્વો જેઓ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનું, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવાઓ છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી.
આ પણ વાંચોઃ Vadodra: સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત
રેલી બાદ અચાનક જ દુકાનોમાં શરૂ કરી દીધી તોડફોડ
ભાભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ટોળાએ બજારને બાનમાં લીધું હતું. ધાતક હથિયારો સાથે ધોકા અને પાઈપો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરની રેલી બાદ અચાનક જ દુકાનોમાં તોડફોડ કરી હતી. એલસીબી, એસઓજી અને પોલીસની હાજરી હોવા છતાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી. ગઈકાલે ભાભરમાં ભર બજારે હુમલો થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ગઈકાલે થયેલા હુમલાના પડઘા આજે ભાભરમાં પડ્યા છે. હજારોની સંખ્યામાં ટોળાએ બજારમાં ધોકા અને હથિયારો વડે તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ Jamnagar: ગુલાબનગર ડમ્પયાર્ડમાં પુરવઠા વિભાગે દરોડો પાડી લાખોનો ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપ્યો


