VIDEO : Mahuva માં એસટી બસમાં છેડતી કરનાર લંપટ ડ્રાઈવરને મહિલાએ મેથીપાક ચખાડ્યો
- મહુવામાં સલામત સવારીને કલંક લગાવતો લંપટ ડ્રાઈવર
- એસટી બસના ડ્રાઇવરે ચાલુ બસે મહિલાની કરી છેડતી
- મહિલા પોતાની દીકરી સાથે કરી રહી હતી મુસાફરી
- ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ મહુવા પોલીસમાં કરી અરજી
- મહિલાએ પોલીસની હાજરીમાં લંપટ ડ્રાઈવરને ધોઈ નાખ્યો
અવાર નવાર જાહેરમાં મહિલાઓની છેડતીનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આજે એસ.ટી. બસમાં ડ્રાઈવર દ્વારા મહિલાની છેડતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સલામત સવારી એસ.ટી. અમારી આવા સૂત્રને રંગીલો ડ્રાઈવર કલંક લગાડી રહ્યો છે.
મહુવામાં સલામત સવારીને કલંક લગાવતો લંપટ ડ્રાઈવર
એસટી બસના ડ્રાઇવરે ચાલુ બસે મહિલાની કરી છેડતી
મહિલા પોતાની દીકરી સાથે કરી રહી હતી મુસાફરી
ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ મહુવા પોલીસમાં કરી અરજી
પોલીસે આરોપીને પકડી ભોગ બનનારને પણ બોલાવ્યા હતા
મહિલાએ પોલીસની હાજરીમાં લંપટ ડ્રાઈવરને ધોઈ… pic.twitter.com/Od4dAP6VPB— Gujarat First (@GujaratFirst) May 27, 2025
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
મહુવાથી જામનગર રૂટની એસટી બસના ડ્રાઈવર મહિલા પેસેન્જરની ચાલુ બસમાં ડ્રાઈવર કાચમાં જોઈ નખરા કરતો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બસમાં મહિલા ડ્રાઈવર પાછળ આવેલ સીટ પર પોતાની દીકરી સાથે મુસાફરી કરી રહી હતી. ત્યારે ડ્રાઈવર કાચમાં જોઈ પોતાની નફટાઈ કરતો હતો.
પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી
આ ડ્રાઈવર મહુવા એસટી ડેપોમાં ફરજ બજાવતો અબ્દુલરહેમાન ઉમરભાઈ ભટી (બેજ નો 752) ફરજ બજાવે છે. જેર રોજ મહુવા જામનગર રૂટનો ડ્રાઈવર છે. પેસેન્જરે મહિલાની સાથે દૂર વ્યવહાર તેમજ છેડછાડ અંગેની મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ડ્રાઈવરની અટકાયત કરી તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
મહિલાએ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો
મહિલાની અરજીના આધારે પોલીસે ડ્રાઈવરને પકડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરિયાદી મહિલા તેમજ તેનો પરિવારને બોલાવવામાં આવેલ હતો. પોલીસ સ્ટેશનમાં ગુસ્સે થયેલ મહિલાએ ડ્રાઈવરને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો. તેમજ મેથીપાક ચખાડ્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO: Rajkot ગોકુલધામ આવાસમાં હચમચાવી નાખે તેવી ઘટના, પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું
ડ્રાઈવરને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરાયો
એસટી બસના ડ્રાઈવર દ્વારા મહિલાની છેડતી કરી હોવાની જાણ ડેપો મેનેજરને થતા રંગીલા ડ્રાઈવરને તાત્કાલીક ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ CCTV : Morbi ના આમરણ નજીક એસટી બસની પાછળ કાર ઘુસી જતા બે ના મોત, બે ઈજાગ્રસ્ત


