Rain in Jamnagar : જામનગર, લાલપુર અને જામજોધપુરમાં કમોસમી વરસાદનો કહેર!
- જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં કમોસમી વરસાદ (Rain in Jamnagar)
- જામનગર, લાલપુર અને જામજોધપુર પંથકમાં વરસાદ
- કાલાવડ તાલુકામાં એક ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ
- જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ એક ઇંચ વરસાદ
- કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી
Rain in Jamnagar : આજે ગુજરાતમાં મોટાભાગનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. અમદાવાદ, સુરત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર સહિતનાં જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર, લાલપુર (Lalpur) અને જામજોધપુર પંથકમાં (Jamjodhpur) ભારે વરસાદ થયો છે. કાલાવડ તાલુકામાં એક ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ થયાની માહિતી છે. જામજોધપુરનાં ગ્રામ્ય પંથકમાં પણ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - Rain in Bhavnagar : મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા!
Rain in Jamnagar, કમોસમી વરસાદ થતાં ઊભા પાકને નુકસાનની ભીતિ
જામનગર શહેર-જિલ્લામાં આજે કમોસમી વરસાદ (Rain in Jamnagar ) થયો છે. જિલ્લાના 3 તાલુકામાં કમોસમી વરસાદની વધુ અસર જોવા મળી છે. જામનગર, લાલપુર અને જામજોધપુર પંથકમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કમોસમી વરસાદ થતાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. જ્યારે, કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો - Chhath Puja 2025 : કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી ખોરવાઈ, ભક્તોને ખાસ અપીલ
જામજોધપુર, કાલાવડ તાલુકામાં 1 ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ
માહિતી અનુસાર, કાલાવડ તાલુકામાં (Kalavad Road) એક ઇંચ જ્યારે લાલપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત, જામજોધપુરનાં (Jamjodhpur) ગ્રામ્ય પંથકમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ માવઠું થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોઢા સુધી આવેલ ખરીફ પાકનો કોળિયો અધૂરો રહી ગયો હોય તેમ ખેડૂતોને ચિંતા થઈ રહી છે.
આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી