ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kirti Patel નાં આરોપો સામે Rajdeep Singh Ribda ની પ્રતિક્રિયા! જાણો શું કહ્યું ?

કીર્તિ પટેલે રાજદીપસિંહ રીબડા પર આરોપ લગાવ્યો કે, તેની પાસે વિવિધ જાહેરાતો કરાવ્યા બાદ રાજદીપસિંહે પૈસા ચૂકવ્યા નહોતા અને ધમકી પણ અપાવી હતી.
11:21 PM Nov 27, 2024 IST | Vipul Sen
કીર્તિ પટેલે રાજદીપસિંહ રીબડા પર આરોપ લગાવ્યો કે, તેની પાસે વિવિધ જાહેરાતો કરાવ્યા બાદ રાજદીપસિંહે પૈસા ચૂકવ્યા નહોતા અને ધમકી પણ અપાવી હતી.
  1. Kirti Patel અને રાજદીપસિંહ રીબડા વિવાદનો મામલો
  2. કીર્તિ પટેલનાં આક્ષેપો સામે રાજદીપસિંહ રીબડાની પ્રતિક્રિયા
  3. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વીડિયો બનાવ્યો હશે : Rajdeep Singh

પોતાનાં વિવાદાસ્પદ નિવદનોથી હંમેશાં ચર્ચામાં રહેતી કીર્તિ પટેલનાં (Kirti Patel) વીડિયોથી ફરી એકવાર ઘમસાણ મચી જવા પામ્યું છે. જો કે, આ વખતે કીર્તિ પટેલનાં નિશાને સૌરાષ્ટ્ર અને સોશિયલ મીડિયા પર છવાયેલા રાજદીપસિંહ રીબડા (Rajdeep Singh Ribda) છે. કીર્તિ પટેલે રાજદીપસિંહ રીબડા પર આરોપ લગાવ્યો કે, તેની પાસે વિવિધ જાહેરાતો કરાવ્યા બાદ રાજદીપસિંહે પૈસા ચૂકવ્યા નહોતા અને ધમકી પણ અપાવી હતી. જો કે, હવે આ મામલે રાજદીપસિંહ રીબડાની પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Bhavnagar : હૈયું કંપાવે એવી ઘટના! 4 અને 9 વર્ષની પુત્રીને આગ ચાંપી, માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ!

કીર્તિ પટેલ નામની કોઇ મહિલાને હું ક્યારેય મળ્યો પણ નથી : રાજદીપસિંહ રીબડા

કીર્તિ પટેલનાં આરોપો સામે રાજદીપસિંહ રીબડાએ (Rajdeep Singh Ribda) કહ્યું કે, કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વીડિયો બનાવ્યો હશે અને પછી ડિલિટ પણ કર્યો છે. રાજદીપસિંહ રીબડાએ કહ્યું કે, તેણે ક્યારે કીર્તિ પટેલને ફોન અને વીડિયો કોલ કર્યો નથી. રાજદીપસિંહે કહ્યું કે, કીર્તિ પટેલ નામની કોઇ મહિલાને હું ક્યારેય મળ્યો પણ નથી. તે પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે આવું કરતી હશે.

આ પણ વાંચો - Navsari - સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 મિત્રોનાં કમકમાટીભર્યા મોત

'મારે કોઈ જવાબ દેવાની જરૂર નથી'

રાજદીપસિંહે આગળ કહ્યું કે, ચાહકોએ કીર્તિ પટેલનાં આક્ષેપોના ઘણા જવાબ આપી દીધા છે આથી, મારે કોઈ જવાબ દેવાની જરૂર નથી. રાજદીપસિંહે કીર્તિ પટેલનો આ વીડિયો જોયો પણ નથી એવું પણ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, રાજદીપસિંહ રીબડા પર આક્ષેપો સાથેના કીર્તિ પટેલનાં વીડિયોથી સોશિયલ મીડિયા (Socail Media) પર ઘમાસાણ મચી જવા પામ્યું હતું. કીર્તિ પટેલનાં ફેન્સ અને રાજદીપસિંહ રીબડાનાં ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર જાણે યુદ્ધ છેડાયું હોય તેમ એક પછી એક કોમેન્ટ થઈ હતી.

આ પણ વાંચો - Ahmedabad : પોલીસ હવે પોતાનો ધર્મ ભૂલીને ધંધાદારી બની છે, દારૂ અને ઉઘરાણીનાં ધંધા કરે છે: High Court

Tags :
Breaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKIRTI PATELKirti Patel ControversyLatest News In GujaratiNews In GujaratiRajdeep Singh RibdaSaurashtraSocail Media
Next Article