Shameful : ભાવનગરમાં બાળકીને પીંખી દેવાઇ તો અમરેલીમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ
- અમરેલીના વડિયાના કુંકાવાવમાં સામુહિક દુષ્કર્મની ઘટના
- અનિલ દેસાઈએ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું
- અનિલ દેસાઈ યુવતીને લઈને મિત્ર પ્રિતેશના ઘરે ગયો હતો
- જ્યાં અનિલ દેસાઈ સહિત ત્રણ મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું
- ભાવનગર શહેરમાં પણ કાળજુ કંપાવી દે તેવી ઘટના
- માસુમ ફૂલ જેવી ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
Shameful : ગુજરાતમાં બે શહેરોમાં અત્યંત શરમજનક (Shameful) ઘટનાઓ બની છે. મળેલી માહિતી મુજબ ભાવનગર શહેરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નરાધમે ચાર વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. માસુમ ફુલ જેવી બાળકી સાથે નરાધમ દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો છે. બીજી તરફ અમરેલીના વડિયા વિસ્તારમાં પણ યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. બંને ઘટનાના પગલે ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. પોલીસે ગુનેગારો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
ભાવનગર શહેરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
ભાવનગર શહેરમાં કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે જેમાં માસુમ ફૂલ જેવી ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નરાધમ શખ્સ ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયો છે. મંગળવારે મોડી રાત્રીના સમયે બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે . સમગ્ર બનાવને લઈ વરતેજ પોલીસ દ્વારા FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમાજને સર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો----Khyati કાંડના આરોપીઓ લોકોના હ્રદય ચીરીને સરકારને ચૂનો ચોપડતાં
અમરેલી પંથકમાં પણ યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના
બીજી તરફ અમરેલી પંથકમાં પણ યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બહાર આવી છે. જ્યાં અનિલ દેસાઈ નામના શખ્સે 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. મળેલી માહિતી પ્રમાણે અનિલ દેસાઈ યુવતીને લઈને મિત્ર પ્રિતેશના ઘરે ગયો હતો જ્યાં અનિલ દેસાઈ સહિત ત્રણ મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
વડિયા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો
આ મામલે વડિયા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ અનિલ દેસાઈ, સોમાભાઈ આલાણી , પ્રિતેશ ઉફે પદીયો, દુકુ રામજી વેકરિયા સામે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો----VADODARA : સગીર બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા ચકચાર


