Amreli: પીડિત પાટીદાર યુવતીને સેશન કોર્ટ આપ્યા જામીન, દિનેશ બાંભણીયા અને ગોપાલ ઇટાલીયાએ પ્રતિક્રિયા આપી
- પીડિતા પાટીદાર યુવતીને 5 દિવસ બાદ મળ્યા જામીન
- સેશન કોર્ટ 15 હજારના બોન્ડ પર આપ્યા જામીન
- પીડિત પરિવાર દીકરીના પરિવારમાં હરખની હેલી
Amreli: પત્રકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળ્યા છે. જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સાંજે 7.30 વાગ્યે દીકરી જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ છે. કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી છોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પીડિતા પાટીદાર યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે જેમાં પીડિત પરિવાર દીકરીના પરિવારમાં હરખની હેલી છવાઇ છે.
Kaushik Vekariya Fake letter। પીડિતા યુવતી પાયલ ગોટી થઈ જેલ મુક્ત@JennyThummar @ikaushikvekaria @SP_Amreli @PratapDudhatMla #kaushikvekariya #pratapdudhat #Patidarsamaj #LetterScandal #jenibenthummar #latterpolitics #amrelipolice #DineshBambhania #gujaratfirst #muddanivaat pic.twitter.com/STg4CJBbJd
— Gujarat First (@GujaratFirst) January 3, 2025
પાટીદાર દિકરીના જેલવાસનો અંત આવ્યો
પાટીદાર દિકરીના જેલવાસનો અંત આવ્યો છે. જેમાં અમરેલીની પાટીદાર યુવતીના જેલવાસને મામલે જામીન મળતા ખોલડધામના દિનેશ બાંભણીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યું છે કે દીકરીને અન્યાયને લઈને ગુજરાતમાં ઓહાપો મચી ગયો છે. ખોલડધામ સાથે તમામ સંસ્થાઓનો સહકાર છે. દીકરીને થયેલા અન્યાયમાં જીત થઈ છે. દીકરીના નિવેદન પછી સમાજ પરિવારની સાથે રહેશે. ત્યારે અમરેલીની પીડિતા યુવતી પાયલ ગોટીને જામીન મળતા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે કે અમરેલીની યુવતી નિર્દોષ હોવા છતાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢ્યું તેનો પડઘો મોટાપાયે ગુજરાતમાં પડ્યો છે. પડઘો પડવાને કારણે પોલીસે ફરધર રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કર્યો ને આજે સેશન કોર્ટમાં જામીન મંજૂર થયા છે.
આ પણ વાંચો: Surat: સીંગદાણાની લારી પર માથાકૂટ થતા યુવકની કરપીણ હત્યા કરાઇ
બહેનનું સરઘસ કાઢનારા ખુલ્લા ફરે છે : ગોપાલ ઇટાલીયા
કોર્ટમાંથી બીડુ જેલમાં આવશે ને પાયલ ગોટી બહાર આવશે. પાયલ બહાર આવશે એની ખુશી છે સાથે દુઃખ પણ છે. જેલ મુક્ત થયા તે એમનો હક્ક હતો નિર્દોષ હતા એમનો હક્ક અને અધિકાર છે. પાયલબેનનું જાહેરમાં સરઘસ કાઢીને તમાશો બનાવવાનું કામ કર્યું છે સરઘસ કાઢનારા સામે કોઈ ભાજપના નેતાઓ, અધિકારીઓ બોલવા તૈયાર નથી. દીકરીનું સરઘસ કાઢવા પર કોઈ બોલવા તૈયાર નથી. એસ.પી.ને રૂબરૂ મળ્યો રજૂઆત કરી એસ.પી. એ સ્વીકાર્યું આ ના થવું જોઈએ. કોઈ નક્કર જવાબ એસ.પી. એ નથી આપ્યો સરકારી ભાષામાં જવાબ આપ્યો છે. બહેનનું સરઘસ કાઢનારા ખુલ્લા ફરે છે એમના પર કોઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ છે.
આ પણ વાંચો: Rajkot: શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો, વધુ એકની ધરપકડ


