Surat : ઓલપાડનાં કીમ નજીક મોટી દુર્ઘટના! ટ્રેનની અડફેટે બે આશાસ્પદ યુવાનોનાં મોત
- Surat ઓલપાડનાં કીમ નજીક ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત
- કીમ નજીક કુડસદ ગામે બે યુવકોના થયાં મોત
- રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા તે દરમિયાન બની ઘટના
- મૃતક બંનેની ઉંમર 20 થી 25 વર્ષ હોવાનું અનુમાન
- ઘટનાને પગલે કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
Surat : સુરતનાં ઓલપાડનાં (Olpad) કીમ નજીક ગોઝારી ઘટના બની છે. રેલવે ટ્રેકને ક્રોસ કરતી વેળાએ ટ્રેનની અડફેટે આવતા બે આશાસ્પદ યુવકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે કીમ પોલીસની (Kim Police) ટીમ ત્યાં પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને યુવાનોના વાલી-વારસ સુધી પહોંચવાની તજવીજ પણ હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : ગિરનાર લીલી પરિક્રમા રદ, કાદવ-કીચડને કારણે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે
Surat ઓલપાડનાં કીમ નજીક ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) ઓલપાડનાં કીમ નજીક આવેલા કુડસડ ગામે આ ઘટના બની છે. બે યુવાનો રેલવે ટ્રેક ક્રોસ (Railway Track) કરતા હતા તે દરમિયાન બંને ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ દુર્ઘટનામાં બંને આશાસ્પદ યુવકોનાં મોત નીપજ્યા છે. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને બંને યુવકના મૃતદેહોને પીએમ અર્થ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી, CM ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું
મૃતક બંને યુવકની ઉંમર 20-25 વર્ષની હોવાનાં અનુમાન
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક બંને યુવકની ઉંમર 20-25 વર્ષની હોવાનાં અનુમાન છે. દુર્ઘટના કેવી રીતે બની ? મૃતક યુવકો કોણ છે? સહિતની તપાસ પોલીસે આરંભી છે. આ સાથે પોલીસે મૃતકોના વાલી-વારસ સુધી પહોંચવાની તજવીજ પણ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અરેરાટી વ્યાપી હતી.
આ પણ વાંચો - Gandhinagar : ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી રદ, ગુજકોમાસોલના ચેરમેન સંઘાણીએ કેમ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી?


