Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : બહાર નીકળતા પહેલા ચેતજો! પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો!

અમદાવાદ, મહેસાણા બાદ હવે સુરતમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હોવાની ઘટના બની છે.
surat   બહાર નીકળતા પહેલા ચેતજો  પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો
Advertisement
  1. કાતિલ ચાઈનીઝ દોરીએ વધુ એકનો જીવ લીધો
  2. સુરતમાં કિમ ગામે રેલવે ઓવરબ્રિજ પર યુવકનું ગળું કપાયું
  3. શરદા ગામનાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર (Uttarayan Festival) ખૂબ જ ધૂમધામથી ઊજવવવાાં આવે છે. ઉત્તરાયણનાં તહેવારને હજું બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે બે મહિના પહેલા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાનાં બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ (Ahmedabad), મહેસાણા બાદ હવે સુરતમાં (Surat) ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હોવાની ઘટના બની છે.

આ પણ વાંચો - Ahmedabad: દોરીથી મોતની વધુ એક ઘટના સામે આવી, ઘટના CCTV માં થઈ કેદ

Advertisement

કીમ ગામે રેલવે ઓવરબ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) ઓલપાડનાં કીમ ગામે આવેલા રેલવે ઓવરબ્રિજ પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી એક યુવકનું ગળું કપાયું હતું. પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) સારવાર માટે લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ સહિત કેટલીક વિગતો સામે આવી છે. પોલીસ તપાસ અનુસાર, મૃતક યુવક ઉમરપાડા (Umarpada) તાલુકાનાં શરદા ગામનો રહેવાસી હતો. તેનું નામ શૈલેષ એસ. વસાવા (ઉ.વર્ષ 37) હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Surat: ઉત્તરાયણના બે મહિના પહેલા જ યુવકનું ગળું કપાયું, પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું

સિવિલ હોસ્પિટલ લઈ જતા પહેલા જ યુવકનું મોત નીપજ્યું

માહિતી અનુસાર, ગત મોડી સાંજે મૃતક શૈલેષ તેની પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ચાઇનીઝ પતંગની દોરીથી (Banned Chinese Dori) તેનું ગળું કપાયું હતું. ત્યાં હાજર લોકોએ લોહીથી લથપથ હાલતમાં યુવકને કીમ ગામની (Kim Village) સાધના હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ લઈ જાત હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ શૈલેષ વસાવાનું મોત નીપજ્યું હતું. શૈલેષનાં આકસ્મિક મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. અગાઉ મહેસાણામાં (Mehsana) પણ ચાઇનીઝ દોરીનાં કારણે ગળું કપાતા બલિયાસણના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે, અમદાવાદમાં પણ ચાઇનીઝ દોરીનાં કારણે બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Surat : 'ઉતરાયણ' ને વાર છે પણ અત્યારથી સાવચેત રહેજો! પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, હાલત ગંભીર!

Tags :
Advertisement

.

×