Surat માં નકલી તબીબોએ આશરે રુ. 8.50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું
- આશરે 14 જેટલા Doctors ને સકંજામાં લેવામાં આવ્યા છે
- આ કૌભાંડ આશરે 8.50 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું
- Doctors એ BEHM.COM વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા
Surat Fake Doctor : તાજેતરમાં Surat ઝોન 4 માં Police દ્વારા એક ખાસ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારે આ અભિયાન અંતર્ગત અનેક નકલી Doctors ને પકડી પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત આ નકલી Doctors પાસેથી અનેક નકલી દસ્તાવેજો સાથે નકલી Degree અને Certificate પણ જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત Surat Police દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે, આગળ પણ આ અભિયાન ચલાવવામાં આવશે. તેમાં અનેક અન્ય નકલી Doctors ને Police ના હાથમાં આવે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આશરે 14 જેટલા Doctors ને સકંજામાં લેવામાં આવ્યા છે
મળતી માહિતી મુજબ, તાજેતરમાં Surat ના ઝોન 4 માં Surat Police દ્વારા એક ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે ડૉ. રસેશ ગુજરાતી અને ડૉ. બી કે રાઉતની ધકપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીઓ ઉપરાંત અનેક નકલી Doctors એ Police ના સકંજામાં આવ્યા હતા. તે ઉપરાંત એક બોલેરો કાર ભરીને નકલી દસ્તાવેજો સાથે Degree જપ્ત કરવામાં આવી છે. તો અંદાજે આ દસ્તાવેજો 1500 જેટલા માલૂમ પડ્યા છે. બીજી તરફ આ Doctors પાસેથી નકલી Certificate પણ મળી આવ્યા છે. તેની સાથે આ Doctors પાસેથી સરકાર દ્વારા આપવામાં આવતા અનેક પુરસ્કાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ધાકધમકી આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને સગીરાનો દેહ ચૂંથ્યો
Doctors એ BEHM.COM વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા
આ અભિયાનમાં આશરે 14 જેટલા Doctorsને સકંજામાં લેવામાં આવ્યા છે. તો આ અભિયાનમાં મુખ્ય આરોપી તરીકે ડૉ. રસેશ ગુજરાતીની Surat Police દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદના ડૉ. બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડ ઓફ હોમિયોપથીનો ડિરેક્ટર છે. ત્યારે આ તમામ પાસે 1500 જેટલી બોગસ Degreeના ડેટા મળી આવ્યા છે. આ નકલી Doctors BEHM.COM વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા હતા.
આ કૌભાંડ આશરે 8.50 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું
જોકે આ બંને નકલી Doctors દ્વારા બે ગુંડાઓ પણ રાખવામાં આવ્યા હતા. તેઓ લોકોને ધાકધમકી આપીને નાણાની ઉઘરાણી કરતા હતા. જોકે આ અમદાવાદના બીકે રાવતે આશેર 1200 Degree આપી હોવાનું સ્વીકાર્યું છે. તો આ લોકો ખાસ કરીને સ્લમ વિસ્તારમાં દવાખાનું ચલાવતા હતા. ત્યારે 70 હજાર લેખે 1200 થી વધુ Degree સાથે આ આખો કૌભાંડ આશરે 8.50 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Mehsanaના યુવકનો ચોંકાવનારો આરોપ, મારુ લલચાવી નસબંધીનું ઓપરેશન કરી દેવાયું


