ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : વીમા કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર બે ઝડપાયા

સુરતમાં ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના નામો પોલીસ લેવડાવી અલગ અલગ ચાર્જ પેટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફરી કરી છેંતરપીંડી આચરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
07:35 PM May 16, 2025 IST | Vishal Khamar
સુરતમાં ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના નામો પોલીસ લેવડાવી અલગ અલગ ચાર્જ પેટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફરી કરી છેંતરપીંડી આચરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
Surat Police gujart first

વર્તમાન સમય ડિજિટલ યુગ કહેવાય છે અને આ ડિજિટલ યુગમાં છેતરપિંડી (Fraud)ના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. લોકો સાથે ફ્રોડ આચારના ટોળકી કોઈના કોઈ બહાને લોકોનો સંપર્ક કરી લોકો પાસેથી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવતી હોય છે. ત્યારે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહી સુરત(Surat) ના એક વ્યક્તિને અલગ અલગ 10 પોલીસી લેવડાવી ત્યારબાદ પોલીસીની પાકતી રકમ પરત મેળવવાનો ચાર્જ પેટે 98 લાખ રૂપિયા પડાવી સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી (Fraud) કરનાર બે ઈસમોને સુરત સાયબર સેલ (Surat Cyber Cell) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

 

સાયબર ફ્રોડ આચરનાર ટોળકીએ ફોન કરી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

સુરતમાં રહેતા વ્યક્તિને સાયબર ફ્રોડ (Cyber Fraud) આચરનાર ટોળકીએ ફોન કરીને જણાવ્યું હતું કે, પોતે વીમા કંપની (Insurance Company Official) માંથી બોલી રહ્યા છે અને ત્યારબાદ અલગ અલગ પોલીસીના બહાને સુરત (Surat) ના વ્યક્તિને વધુ પૈસા કમાવવાની લાલચ આપી તેમને પરિવારના અલગ અલગ સભ્યોના નામે 10 પોલીસી લેવડાવી હતી અને પાકતી રકમ થોડા રૂપિયા ભરતા જ તમને પરત મળી જશે તેવું કહીને પોલીસી લેનાર વ્યક્તિ પાસેથી 98,85,000 રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં સાયબર ગઠિયાઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે ત્યારબાદ આ ગઠિયાઓએ એક પણ રૂપિયો આ વ્યક્તિને ન આપતા તેમને 22 એપ્રિલ 2025ના રોજ સુરત સાયબર સેલ (Surat Cyber ​​Crime Cell) માં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી ખાતેથી બે ની ધરપકડ કરી

આ બાબતે સાયબર સેલ પોલીસ(Cyber Cell police) દ્વારા ફરિયાદ કરનાર સિનિયર સિટીઝનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સિનિયર સિટીઝન દ્વારા જે જે બેંક એકાઉન્ટમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે તમામ બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને પકડવાની દિશામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ (Surat Cyber ​​Crime Cell) દ્વારા દિલ્હી ખાતેથી અમિતકુમાર ઠાકુર (Amit Thakur) અને સુમિતકુમાર ઠાકુર (Sumitkumar Thakur)ની ધરપકડ કરવામાં આવી છે.

સિનિયર સિટીઝનને વીમા પોલીસી કંપનીમાંથી બોલતા હોવાનું જણાવ્યું

અમિતકુમાર  ઠાકુરની ઉંમર 28 વર્ષ છે અને તે ઈષ્ટ દિલ્હીના ત્રિલોકપુરીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપી અમિત કુમારે ફરિયાદી સિનિયર સિટીઝનને વીમા પોલીસી કંપનીમાંથી બોલતા હોવાનું કહી પોતાનું નામ વિક્રમસિંગ રાવત તરીકે જણાવ્યું હતું. ત્યારબાદ સિનિયર સિટીઝન દ્વારા લીધેલી પોલીસીના પૈસા પરત આપવાના બહાને તેમની પાસેથી 98,85,000 રૂપિયા અલગ અલગ બેંકોમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

શ્વેતા ડેનિયલ ( ACP, સાયબર ક્રાઇમ )

આ પણ વાંચોઃ Rajkot : હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ, ટેક્સી એસો.-નાણા આપવાનું બંધ કરતા હેરાનગતિ

તપાસમાં હજુ વધુ સાયબર ફ્રોડનો કેસનો ખુલાસો થઈ શકે છે

આરોપી અમિત કુમારે સુમિત કુમારના બેન્ક એકાઉન્ટમાં 36,81,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તો તેની બહેનના એકાઉન્ટમાં 2,65,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તો બીજી તરફ અમિતકુમાર દ્વારા જે પૈસા સુમિતકુમાર ઠાકુરના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તે સુમિત કુમારે તાત્કાલિક પૈસા ઉપાડી લીધા હતા અને પોતાના ભાઈ અમિતને રોકડ રૂપિયા આપ્યા હતા. હાલ તો સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે અને બંને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ પ્રકારે સાયબર ફ્રોડનો ભોગ બનાવી ચૂક્યા છે તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : દાણીલીમડામાં ફેક્ટરીનાં ટેન્કમાં એક યુવક પડતા તેને બચાવવા પડેલ બે યુવકો સહિત ત્રણના મોત

Tags :
Amit Kumar ThakurBhavesh Rozia DCP Surat Crime BranchFraudGujarat FirstGUJARAT FIRST NEWSInsurance Company OfficialInsurance PolicyONLINE TRANSFERSumit Kumar ThakurSurat Cyber Crime CellSurat news
Next Article