Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો, વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે

સુરતમાં સર્જાયેલા બે અકસ્માતની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
surat માં બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો  વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે
Advertisement
  • સુરતમાં બોલેરો પીકઅપ વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે
  • અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ થયું મોત
  • બોલેરો પિક અપ વાનના ચાલકની ગંભીર બેદરકારી
  • પીકઅપ વાન અને અતુલ શક્તિના ટેમ્પો વચ્ચે અકસ્માત

રાજ્યમાં દરરોજ સર્જાતા માર્ગ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત નિવારવા માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે. તેમજ લોકો હેલમેટ પહેરે તે માટે દંડ પણ ફટકારવામાં આવે છે. સુરતમાં બોલેરો પીકઅપ વાન ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બોલેરો પિક અપ વાનના ચાલકની ગંભીર બેદરકારી સામે આવવા પામી હતી. પીક અપ વાન અને અતુલ શક્તિના ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ પીકઅપ વાનનો ચાલક ફરાર થઈ ગયો હતો.

Advertisement

ડમ્પર ચાલકે અડફેટે લેતા 22 વર્ષની યુવતીનું મોત

બીજા અકસ્માતમાં સુરતમાં ડમ્પર ચાલકે ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. ડુમસ એરપોર્ટ રોડ પર મિક્ષર મશીન ડમ્પરની અડફેટે એક યુવતીનું મોત નિપજ્યું હતું. ડમ્પર ચાલકે અડફેટે લેતા 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. યુક્તા ભગત નામની યુવતી નોકરીએ જઈ રહી હતી. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચોઃ LIVE: Operation Shield : સરહદી વિસ્તાર કચ્છ જિલ્લામાં પણ બ્લેક આઉટ બાદ સાયરન વગાડવામાં આવી

સુરતમાં એક જ દિવસમાં સર્જાયેલા બે અકસ્માતમાં નિર્દોષ જિંદગીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલીક સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, SMCના DYSP ને SP તરીકે પ્રમોશન

Tags :
Advertisement

.

×