Unseasonal rain : નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને આવ્યો રોવાનો વારો
- નર્મદા જિલ્લામાં ભારે વરસાદ સાથે પડ્યો વરસાદ
- ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત બની કફોડી
- કમોસમી વરસાદથી કારણે ખેડૂતોના પાકને થયું નુકસાન
- કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને આવ્યો રોવાનો વારો
હવામાન ખાતાની આગાહીના પગલે નર્મદા જિલ્લામાં ગઈકાલે રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદના પગલે ખેતી પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. નર્મદા જિલ્લામાં કેળા, શેરડી મહત્વના પાકમાં નુકસાન ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે. પ્રવીણભાઈએ 12 એકરમાં 1200 જેટલા આંબાનું વાવેતર કર્યું હતું.
વાવાઝોડા પહેલા કેરીનો ભાવ 75 થી 100 રૂપિયે કિલોનો ભાવ હતો
જેમાં કેસર અને આમ્રપાલી જાતની કેરીના આંબા છે.વાવઝોડાના ખેડૂતને પગલે 5 થી 6 લાખનું નુકસાન થયું છે.પ્રવીણભાઈ એ પોતાના આંબા જીગર તળપદાને 17 લાખમાં ભાડે આપ્યા હતા.પણ જીગરભાઈને પણ હવે આંબા ના પૈસા આપવામાં તકલીફ પડી રહી છે. જેનું કારણ પણ વાવાઝોડું જ છે. વાવાઝોડા પહેલા કેરીનો ભાવ 75 થી 100 રૂપિયે કિલોનો ભાવ હતો.પણ હવે વાવાઝોડા બાદ કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
ઘણા ખેડૂતો બાગાયતી પાકો તરફ વળી ગયા
હવામાન ખાતાની આગાહી ના પગલે નર્મદા જિલ્લામાં ગઈકાલે રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદ ના પગલે ખેતી પાક ને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.નર્મદા જિલ્લામાં કેળા, શેરડી મહત્વ ના પાકો છે પણ આ પાકો માં જીવાતો ને કારણે થતા નુકશાનને કારણે ઘણા ખેડૂતો બાગાયતી પાકો તરફ વળી ગયા છે જેમાં કેરી પાક તરફ વાવડી ગામના પ્રવીણભાઈ પટેલ વળ્યાં છે.
વાવઝોડાના પગલે 5 થી 6 લાખ નું નુકશાન થયું
પ્રવીણભાઈ એ 12 એકર માં 1200 જેટલા આંબા નું વાવેતર કર્યું હતું.જેમાં કેસર અને આમ્રપાલી જાતની કેરીના આંબા છે.જેમાં વાવઝોડાના પગલે 5 થી 6 લાખ નું નુકશાન થયું છે.વાવાઝોડા માં આંબા પર તૈયાર થઈ ગયેલી કેરી તુટી પડવાના કારણે નુકશાન થયું છે. નીચે પડેલી કેરીઓ હવે કોઈ ના લઈ જાય કોઈ વેપારી પણ લઈ નહિ જાય અને તે કેરી ફેંકવાની થશે.જોકે આ કેરી ખેતર ની બહાર કાઢવામાં પણ મજૂરી લાગશે અને તેનો પણ ખર્ચ થશે.
આ પણ વાંચોઃ kutch : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ ભુજની મુલાકાતે, હિલવ્યુથી પ્રિન્સ રેસીડેન્સી સુધી યોજાશે રોડ શો
વાવાઝોડા ના કારણે મોટાપાયે નુકશાન થવા પામ્યું
જોકે પ્રવીણભાઈ એ પોતાના આંબા જીગર તળપદા ને 17 લાખ માં ભાડે આપ્યા હતા. પણ જીગરભાઈને પણ હવે આંબાના પૈસા આપવામાં તકલીફ પડી રહી છે. જેનું કારણ પણ વાવાઝોડું જ છે.કેરી પડી જવાના કારણે પ્રવીણભાઈને જિગરભાઈ દેવું કરીને પૈસા ચૂકવશે. તેમ જિગરભાઈ એ જણાવ્યું હતું. જોકે વાવડી વિસ્તારમાં 5 થી 7 હજાર આંબાના ઝાડ છે તે તમામ ખેડૂતો ને પણ વાવાઝોડા ના કારણે મોટાપાયે નુકશાન થવા પામ્યું છે.વાવાઝોડા પેહલા કેરી નો ભાવ 75 થી 100 રૂપિયે કિલો નો ભાવ હતો પણ હવે તો વેપારી પણ શું ભાવ નક્કી કરશે તે પણ ખેડૂતોને ખબર નથી.
આ પણ વાંચોઃ 84 લાખનો વિદેશી દારૂ કચ્છમાંથી અને 1.31 કરોડનો મુંદ્રા પહોંચે તે પહેલાં SMC એ પકડ્યો


