Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે મોટા સમાચાર, 10 પોલીસકર્મી સામે આકરી કાર્યવાહી!
- Vadodara નાં તપન પરમારની હત્યાનો મામલો
- સમગ્ર મામલે વડોદરા CP ની મોટી કાર્યવાહી
- CP એ એક સાથે 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા
વડોદરામાં (Vadodara) BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે મોટા સમાચાર આવ્યા છે. આ સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલ મુજબ, વડોદરા પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનનાં 10 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ બે પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય : GUPEC
કારેલીબાગ પો. સ્ટેશનનાં 10 કર્મી સસ્પેન્ડ કરાયાં
વડોદરામાં (Vadodara) થોડા દિવસ પહેલા BJP નાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની (Tapan Parmar Case) પોલીસની હાજરીમાં જ ચપ્પાના ઘા ઝીંકીને કમકમાટીભરી હત્યા કરવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે વડોદરા પોલીસ કમિશનર (Vaoddara Police Commissioner) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : હત્યાની વધુ એક ચકચારી ઘટના! નજીવી બાબતે આધેડની હત્યા, બે ઇજાગ્રસ્ત થયા
સેકન્ડ PI, PSI સહિત 10 પો. કર્મચારી સસ્પેન્ડ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડોદરા પોલીસ કમિશનર દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનનાં (Karelibaug Police Station) 10 જેટલા પોલીસકર્મીને એક સાથે સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કમિશનર દ્વારા સેકન્ડ PI, PSI સહિત 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનનાં બે પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી હતી. જે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ નીચે મુજબ છે...
સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ યાદી :
> સેકન્ડ PI કે.એસ. માણીયા
> PSI કે.ડી.પરમાર
> ASI મનોજ સોમાભાઇ
> ASI પ્રવિણકુમાર સેતાજી
> અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદેવભાઇ રમેશભાઈ
> અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ જશવંતભાઇ
> અનાર્મ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ઇશ્વરભાઈ
> અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ ખેમાભાઇ
> અનાર્મ લોકરક્ષક રાકેશભાઇ નટવરભાઇ
> અનાર્મ લોકરક્ષક ભરતભાઇ રણછોડભાઇ
આ પણ વાંચો - VADODARA : પોલીસ અને GST અધિકારીના નામે ફોન કરીને પૈસા પડાવતો ગઠિયો ઝબ્બે


