VADODARA : સહકાર વિદ્યાલયને શિક્ષણ સમિતિમાં સમાવવાની દરખાસ્ત મુલતવી
- વડોદરા પાલિકામાં વિરોધ બાદ દરખાસ્ત મુલતવી રાખવી પડી
- સહકાર વિદ્યાલયને પાલિકાની શિક્ષણ સમિતિમાં સમાવવાની વાત અધુરી રહી
- શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને સમાવી શકે, શિક્ષકોને લઇને અસમંજસ
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SIKSHAN SAMITI - VADODARA) ની શાળામાં ગોત્રી વિસ્તારમાં આવેલી સહકાર વિદ્યાલયનો (SAHAKAR VIDYALAYA - VADODARA) સમાવેશ કરવાની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. શાળા ગ્રાન્ટેડ હોવા છતાં પાલિકાના માથે શિક્ષકોના પગારનું ભારણ આવશે તે ડરે આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સમિતિના ચેરમેને કહ્યું કે, પાલિકા પર શિક્ષકોના પગારનું ભારણ નહીં આવે.
સંચાલનની જવાબદારી પાલિકાના માથે થોપી દેશે
વડોદરા શહેરના ગોત્રીમાં સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિક સહકાર વિદ્યાલયનું સંચાલન પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે તે અંગેની રજુઆત કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિની બેઠકમાં આ મુદ્દાને મંજુરી આપ્યા બાદ તેને પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત સ્વરૂપે રજુ કરવામાં આવ્યો હતો. જેમાં મોટા ભાગના કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું કે, શહેરની કોઇ પણ શાળાને આપણે શિક્ષણ સમિતિમાં સમાવીશું તો ભવિષ્યમાં અન્ય સ્કુલો પણ સંચાલનની જવાબદારી પાલિકાના માથે થોપી દેશે. કેટલીય સ્કુલો પોતાના ખર્ચનું ભારણ ઉઠાવવામાં હાલ તબક્કે મુશ્કેલીઓ અનુભવી રહી છે.
શિક્ષકોનો પગાર અને અન્ય ખર્ચ શિક્ષણ સમિતિ કેમ ઉઠાવે..!
કોંગ્રેસના સભ્યોનુંક હેવું છે કે, આપણે જે શાળાને હસ્તગત લેવાના છીએ તેના ટ્રસ્ટીઓ કોણ છે, તેની પણ યોગ્ય ચકાસણી થી જોઇએ. આ પ્રકારનો ખર્ચ માથે લેવાની કોઇ જરૂર નથી. આ શાળાના શિક્ષકોનો પગાર અને અન્ય ખર્ચ શિક્ષણ સમિતિ કેમ ઉઠાવે તેવા સવાલો પણ પુછ્યા હતા. ભારે વિરોધ બાદ આખરે દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે.
શિક્ષકોનો સમાવેશ સરકારી શાળામાં થયો નથી
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિની શાળાઓમાં સમાવવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનો સમાવેશ સરકારી શાળામાં થયો નથી. સુત્રોએ ઉમેર્યું કે, સહકાર વિદ્યાલયના 710 વિદ્યાર્થીઓનો સમાવેશ હાલ કરી શકાય તેમ નથી. તે અંગે સરકારનો અભિપ્રાય લેવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ઉર્મિ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડાતા રોષ


