VADODARA : પાલિકામાં સમાવિષ્ટ કરોડિયા જતા રોડ-રસ્તાની હાલત દયનીય
- કરોડિયામાં રહેતા રહીશોનો વિરોધ
- ખરાબ રસ્તાથી પરેશાન થયા બાદ એકસૂરે અવાજ ઉઠાવ્યો
- વિરોધ બાદ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહ્યું
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં સમાવિષ્ટ કરોડિયા (KARODIA) ગામ જવાના રસ્તા (POOR ROAD) હાલ ખુબ દયનીય હાલતમાં છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લગાણી વ્યાપી જવા પામી છે. વર્ષ 2020 માં કરોડિયા ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સ્થાનિકોને પાયાની સુવિધા મળી નહીં રહી હોવાની બુમો ઉઠી છે. ખરાબ રસ્તાના કારણે સ્કુલવાન હોય કે પછી ઇમરજન્સી વાહન કંઇ પણ પ્રવેશી શકે તેમ ના હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે. હાલ આ વિસ્તાર વહીવટી વોર્ડ નં - 8 માં આવે છે. તાજેતરમાં સ્થાનિકોએ એકત્ર થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને રોડ નહીં તો વોટ નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
અવર જવર ના કરી શકે તેવી પરિસ્થિતીનું નિર્માણ
વર્ષ 2020 માં વડોદરા પાલિકામાં કરોડિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદથી કરોડિયા ગામ તરફ જવાના રસ્તાની હાલત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ખરાબ રસ્તો ખાસ કરીને ચોમાસામાં કાદવ-કીચડ વાળો થઇ જતો હોવાના કારણે ભારે મુશ્કેલી પડે છે. સ્કુલ વાન હોય કે પછી ઇમરજન્સી વાહનો કોઇ પણ અવર જવર ના કરી શકે તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે. જેને પગલે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થાય છે.
કોઇ અમારૂ સાંભળતું નથી
જેને પગલે ચોમાસા પૂર્વે સ્થાનિકો દ્વારા એકત્ર થઇને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ અંગે સ્થાનિક કોર્પોરેટર અને વહીવટી તંત્રને ફરિયાદ કરીએ છીએ. પરંતુ કોઇ અમારૂ સાંભળતું નથી. રોડની વ્યવસ્થા વહેલીતકે કરવામાં આવે તેવી માંગ લોકોએ મુકી છે. સાથે જ સ્થાનિકોના હાથમાં પોસ્ટર જોવા મળી રહ્યું છે. જેમાં લખ્યું છે કે, રોડ નહીં તો વોટ નહીં. સ્થાનિકો દ્વારા આકરી ચીમકી ઉચ્ચાર્યા બાદ તંત્ર હવે તેમની સમસ્યા દુર કરવા માટે કેટલા ત્વરિત પગલાં ભરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : અકોટામાં 21 મો ભૂવો પ્રગટ થયો, આરતી કરી-શ્રીફળ વધેરીને અનોખો વિરોધ


