Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાળપણમાં બોલવા-ચાલવામાં મુશ્કેલી અનુભવતી દિકરીએ યોગથી જીવન બદલ્યું

VADODARA : મારા હાથ હવે વધારે સ્થિર બન્યા છે. લખવામાં, ચિત્ર બનાવવામાં કે કોઈપણ દૈનિક કાર્યમાં મને સરળતા અનુભવાય છે - વિભૂતી
vadodara   બાળપણમાં બોલવા ચાલવામાં મુશ્કેલી અનુભવતી દિકરીએ યોગથી જીવન બદલ્યું
Advertisement
  • નાનપણની શારીરિક મુશ્કેલીઓ યોગથી ભૂતકાળ બની
  • સામાન્ય ક્રિયાઓ માટે અન્ય પર આધાર રાખતી દિકરીએ પોતાનું જીવન બદલ્યું
  • હવે યોગને સમર્પિત થઇને અન્યનું જીવન બલદવાની નેમ

VADODARA : વડોદરા (VADODARA) ની 28 વર્ષીય વિભૂતિ વાસદિયાની જીવનયાત્રા અસાધારણ રહી છે. બાળપણથી વિભૂતિના હાથ ધ્રુજતા અને બોલવામાં મુશ્કેલી રહેતી. સામાન્ય વાતચીત, લખાણ કે દૈનિક કાર્યક્લાપો માટે પણ તેમને ઘણી વખત અન્ય પર આધાર રાખવો પડતો. પણ જયારે તેઓ છ વર્ષ પહેલાં યોગ વર્ગોમાં જોડાયા, ત્યારબાદ દુનિયાનો સામનો કરવાનો આત્મવિશ્વાસ પણ વધ્યો (YOGA CHANGE LIFE) . તેણીએ યોગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે, જેનાથી લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળે.

શરીરની લવચીકતા અને શક્તિ સુધારવાની ક્ષમતા

યોગ એ કસરત અને ધ્યાનનું એક લોકપ્રિય સ્વરૂપ છે, જે પ્રાચીન ભારતમાં ઉદ્ભવ્યું હતું અને સદીઓથી પ્રેક્ટિસ કરવામાં આવે છે. તેના મુખ્ય સ્વાસ્થ્ય લાભોમાં શરીરની લવચીકતા અને શક્તિ સુધારવાની ક્ષમતા છે. પોઝ અને સ્ટ્રેચની શ્રેણી દ્વારા યોગ સાંધા અને સ્નાયુઓમાં ગતિની શ્રેણી વધારવામાં મદદ કરે છે, જ્યારે વિવિધ સ્નાયુ જૂથોમાં શક્તિ પણ બનાવે છે.

Advertisement

વધુ આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરી શકું છું

વિભૂતિ કહે છે, "મારા હાથ હવે વધારે સ્થિર બન્યા છે. લખવામાં, ચિત્ર બનાવવામાં કે કોઈપણ દૈનિક કાર્યમાં મને સરળતા અનુભવાય છે. મારી વાણીમાં પણ મોટો ફેર આવ્યો છે. હવે હું લોકો સાથે વધુ આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરી શકું છું. યોગના નિયમિત અભ્યાસે માત્ર શરીર નહીં, પણ મનમાં પણ શાંતિ અને સમતુલા પેદા કરી છે. તેઓએ યોગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે અને હવે યોગ ટ્રેનર તરીકે લોકોને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપવા ઈચ્છે છે.

Advertisement

નવું સ્વરૂપ અનુભવ્યું

વિભૂતિએ યોગના વિવિધ પ્રકારોમાં તાલીમ લીધી છે, જેમાં એક્વા યોગ પણ શામેલ છે, જે શરીર પર ઓછું દબાણ રાખીને ઊર્જા અને સંતુલનનો વિશિષ્ટ અનુભવ આપે છે. "એક્વા યોગ સત્ર દરમિયાન મેં મારી અંદર નવી ઊર્જા અને શારીરિક હલનચલનનું નવું સ્વરૂપ અનુભવ્યું," એમ વિભૂતિની માતા સાથે વાત કરતાં જણાવ્યું.

વ્યક્તિગત જરૂરિયાતો અને ધ્યેયો અનુસાર બનાવી શકાય

યોગને ફિટનેસ રૂટિનમાં સામેલ કરવાથી શરીર અને મન બંને માટે ઘણા બધા સ્વાસ્થ્ય લાભો થઈ શકે છે. ભલે તમે શિખાઉ માણસ હો કે અનુભવી સાધક, યોગની વિવિધ શૈલીઓ અને સ્તરો વ્યક્તિગત જરૂરિયાતો અને ધ્યેયો અનુસાર બનાવી શકાય છે. યોગને આપણી દિનચર્યામાં સામેલ કરીને, આપણે સુગમતા, શક્તિ, માનસિક સ્પષ્ટતા અને એકંદર સુખાકારીમાં સુધારો અનુભવી શકીએ છીએ.

આ પણ વાંચો --- VADODARA : ચોમાસા પૂર્વે આપત્તિ સમયે પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને તૈયાર કરતું તંત્ર

Tags :
Advertisement

.

×