Vadodara : Reel બનાવવા માટે યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો, પછી..!
- Vadodara માં રીલ બનાવવાનાં ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો
- વડોદરામાં યુવક રીલ બનાવવા માટે મોબાઇલ ટાવર પર ચઢી ગયો
- મોબાઇલ ટાવર પર ચઢી આસપાસનાં નજારાની બનાવી રીલ
- જીવ જોખમમાં મૂકનાર યુવકને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી એવી ચર્ચા
Vadodara : વડોદરામાં રીલ બનાવવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સોમા તળાવ વિસ્તારમાં યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો અને આસપાસનાં નજારાની રીલ બનાવવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થયો છે, જે બાદ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ. આવી બેદરકારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. આવા વીડિયો બનાવવાની લાલચમાં યુવાનો જીવ જોખમમાં મૂકે છે, જે રોકવું જરૂરી છે.
આ પણ વાંચો - Surat : ભેસ્તાનમાં નજીવી બાબતમાં તલવારનાં ઘા ઝીંકી 18 વર્ષીય યુવકની હત્યા
Vadodara માં રીલ બનાવવાનાં ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો
આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થવાની યુવાનોમાં જાણે એક હોડ લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા રીલ બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા તેઓ ખચકાતા નથી. ત્યારે એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે જોખમી રીલ બનાવી. વડોદરામાં (Vadodara) રીલ બનાવવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. રીલ બનાવવા માટે યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો હતો.
Vadodara | યુવક રીલ બનાવવા મોબાઈલ ટાવર પર ચઢી ગયો! | Gujarat First
રીલ બનાવવાના ચક્કરમાં યુવકે જોખમી સ્ટંટ કર્યો
શહેરનો એક યુવક રીલ બનાવવા મોબાઈલ ટાવર પર ચઢી ગયો
મોબાઈલ ટાવર પર ચઢી રીલ બનાવી આસપાસનો નજારો દેખાડ્યો
વાયરલ વીડિયો શહેરના સોમાતળાવ વિસ્તારનો હોવાની ચર્ચા
રીલના… pic.twitter.com/B6uSd8sd8p— Gujarat First (@GujaratFirst) October 25, 2025
આ પણ વાંચો - Ahmedabad Rave Party Update : 13 નાઇજિરિયન સહિત 20 લોકોની ધરપકડ, મુખ્ય આયોજનકર્તા પણ પકડાયો
મોબાઇલ ટાવર પર ચઢી આસપાસનાં નજારાની બનાવી રીલ
મોબાઇલ ટાવર (Mobile Tower Reel) પર ચઢી યુવકે આસપાસનો નજારો બતાવી રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. માહિતી અનુસાર, આ વાઇરલ રીલ સોમા તળાવ વિસ્તારની હોવાની ચર્ચા છે. જો કે, આ મામલે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેટલાક લોકો આ રીલ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જીવ જોખમમાં મૂકનાર યુવકને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે તેવી માગ ઉચ્ચારી રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? બોપલમાં Rave Party પર દરોડા, 15 થી વધુની ધરપકડ


