Valsad : ઈરાની ગેંગના માસ્ટર માઈન્ડની કરી ધરપકડ, માતાજીના દાનના બહાને પડાવી લેતા હતા દાગીના
- વલસાડ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા
- ઈરાની ગેંગના માસ્ટર માઈન્ડની કરી ધરપકડ
- આરોપી મુસ્તફા ઉર્ફે બહેરામ ઈજ્જત અલીની ધરપકડ
- આરોપીની પૂછપરછમાં ઉકેલાયો 13 ગુનાનો ભેદ
વલસાડ અને આસપાસના જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને ચીલઝડપના બનાવ વધી ગયા હતા. અલગ-અલગ વ્યક્તિઓના દાગીના સેરવી લેવાતા હતા. પરંતુ, આ તમામ ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી. જેથી, એક જ ગેંગનો હાથ હોવાનો અંદાજ પોલીસને હતો. ગુનો નોંધી વલસાડ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તરખાટ મચાવનાર ઈરાની ગેંગના મુખ્ય આરોપીને પકડી લેવાયો છે.
ચોર ટોળકીને પકડવા માટે પોલીસે જે-જે જગ્યાએ બનાવ બન્યા હતા..તે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવાઈ હતી. મહારાષ્ટ્ર એક શખ્સ બાઈક લઈ વાપીમાં ચોરી કરવા આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દમણગંગા બ્રિજ નજીકથી બાઈક લઈ પસાર થથા મુસ્તફા ઉર્ફે બહેરામ સૈયદ નામના આરોપીને ઝડપી લીધો. મુસ્તફા સૈયદ કુખ્યાત ઈરાની ગેંગનો મુખિયો છે. તેના ઈશારે ગેંગના સાગરિતો ગુનાને અંજામ આપતા હતા.
ઈરાની ગેંગનો માસ્ટર માઈન્ડ અને તેના સાગરિતો મહારાષ્ટ્રમાં રહે છે. આ ટોળકી મહારાષ્ટ્ર, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા. આ ગેંગના આરોપીઓ મહારાષ્ટ્રથી બાઈક લઈ નીકળતો હતો. સીસીટીવી કેમેરા લાગેલા ન હોય તેવા સ્થળોની પસંદગી કરતા હતા. દાગીના પહેરી નીકળેલા એકલ-દોકલ લોકોને નિશાન બનાવતા હતા. દાગીના પહેરેલા વ્યક્તિને રોકી આરોપીઓ એક કાળી પોટલી બતાવતા હતા. માતાજીના નામે તેઓ દાન કરવા નીકળ્યા છે. કાળી પોટલી પર સોનાા દાગીના સ્પર્શ કરાવે તો પુણ્ય મળશે. તેમ કહી દાગીના કાળી પોટલીમાં મૂકતા અને ત્યારબાદ, નજર ફેરવી તેની ચોરી કરી લેતા હતા. આ સિવાય, પોલીસ ચેકિંગના નામે દાગીના કઢાવી સેરવી લેતા હતા. તો કેટલીક વખત પોલીસ તરીકેની ઓળખ આપી ચેકિંગના બહાને દાગીના સેરવી લેતા હતા. આવી રીતે બે-ત્રણ લોકોને ટાર્ગેટ કર્યા બાદ મહારાષ્ટ્ર ભાગી જતા હતા.
ઈરાની ગેંગના મુખ્ય આરોપી મુસ્તફાની પૂછપરછમાં તેના ગુનાહિત ભૂતકાળનો પર્દાફાશ થયો છે. મુસ્તફાની પૂછપરછમાં વલસાડ જિલ્લાના 7, ભરૂચના 1 અને મહારાષ્ટ્રના 5 સહિત કુલ 13 ગુનાના ભેદ ઉકેલાયા છે.જેમાં વલસાડ, ઉમરગામ, નાનાપોઢા અને ધરમપુરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Banaskantha : પાલનપુરના ગઢ મડાણાના ગ્રામજનોની માગ, રસ્તો નહી બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
આરોપી તેના સાગરિતો સાથે જ ગુનાને અંજામ આપતો હતો.હાલ તો ઈરાની ગેંગનો મુખિયો જ પોલીસના હાથે લાગ્યો છે.આ ટોળકીમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે.કેટલા સમયથી ઈરાની ગેંગ ગુના આચરતી હતી..તે દિશામાં તપાસ તેજ કરાઈ છે.
આ પણ વાંચોઃ Amareli માં હત્યાના ઈરાદે હિટ એન્ડ રન, સિવિલ કેમ્પસમાં 3 યુવકો પર ચડાવી કાર


