Valsad : પારડીમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર! પોલીસને આ છે આશંકા!
- Valsad નાં પારડીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
- શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ
- પારડી પોલીસ, LCB અને SOG ની ટીમ તપાસમાં જોડાઇ
- કોઇ અનિચ્છનીય ઘટના ઘટ્યા બાદ હત્યા થયાની આશંકા
વલસાડનાં (Valsad) પારડીમાં એક ચકચારી ઘટના બની છે. શંકાસ્પદ હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પારડી પોલીસ, LCB અને SOG ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસને આશંકા છે કે કોઇ અનિચ્છનીય ઘટના ઘટ્યા બાદ યુવતીની હત્યા કરાઈ છે. જો કે, ઘટના પાછળની હકીકત શું છે તે જાણવા તપાસ ચાલી રહી છે. પોલીસે હાલ ફોરેન્સિક અને પીએમ રિપોર્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - સુરતના સિટીલાઈટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર
શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળવાત પોલીસ દોડતી થઈ
વલસાડનાં (Valsad) પારડી વિસ્તારમાં આવેલા મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. જો કે, આ મામલે જાણ થતાં પારડી પોલીસ (Pardi Police), LCB અને SOG ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવતી ટ્યુશનથી ઘર તરફ જઈ રહી હતી. દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : ગુજરાત યુનિ. માં 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન, CM અને ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત!
કોઇ અનિચ્છનીય ઘટના ઘટ્યા બાદ હત્યા થયાની આશંકા
માહિતી અનુસાર, પોલીસને એવી પણ આશંકા છે કે યુવતીની હત્યા પહેલા તેણીની સાથે કોઇ અનિચ્છનીય ઘટના બની જશે. જો કે, આ મામલે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીની ઓળખ કરી તેના પરિવારજનોનો સંપર્ક કરવાની સાથે ફોરેન્સિક અને પીએમ રિપોર્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha : Vav માં કોનો પડશે 'વટ' ? રાજસ્થાનનાં ભુવાએ કરી ચોંકાવનારી આગાહી! જુઓ Video


