Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Report : રાજ્યમાં ગુલાબી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે ઠંડીનું જોર ?

પૂર્વ ઉત્તર પ્રદેશથી હાલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે...
weather report   રાજ્યમાં ગુલાબી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા  જાણો આગામી દિવસોમાં કેવું રહેશે ઠંડીનું જોર
Advertisement
  1. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, લોકોને કડકડતી ઠંડીનો અનુભવ (Weather Report)
  2. આગામી અઠવાડિયામાં તાપમાન યથાવત રહેવાની આગાહી
  3. ડિસેમ્બર મહિનામાં વાતાવરણ ઠંડુગાર બન્યુ રહેશે તેવી સંભાવના

Weather Report : રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા અમુક દિવસોમાં પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે. ત્યારે આવતા અઠવાડિયામાં પણ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર મહિના દરમિયાન વાતાવરણ ઠંડુગાર બન્યું રહેશે તેવી પણ આગાહી કરાઈ છે.

આ પણ વાંચો - Dahod : મોડી રાતે કપડાંની દુકાનમાં લાગી વિકરાળ આગ, ફાયરની 3 ગાડી તાબડતોબ પહોંચી

Advertisement

પૂર્વ-ઉત્તર પ્રદેશથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતાં ગુજરાતમાં ઠંડી વધી

રાજ્યમાં લોકો કાતિલ ઠંડીનો (Winter in Gujarat) અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 2-4 દિવસથી રાજ્યમાં ઠંડા પવનો ફૂકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પૂર્વ ઉત્તર પ્રદેશથી હાલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વીય છે, જેથી કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે તેની ઠંડક ગુજરાત (Weather Report) સુધી આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat University: 16 કરોડના કૌભાંડી પ્રોફેસર કમલજીત લખતરિયાને કરાયા ટર્મિનેટ, વાંચો આ અહેવાલ

આગામી 4-5 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી

આગાહી મુજબ, આગામી 4 થી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે એટલે કે હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતવાસીઓ માટે ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે (Meteorological Department) દર્શાવી છે. જો કે, ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ પણ છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં (Naliya) 7.6 ડિગ્રી તાપમાન રહેતા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં (Ahmedabad) લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 12.4 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, મહેસાણામાં 12 ડિગ્રી અને સુરતમાં (Surat) 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 11, ડીસામાં 10.6 ડિગ્રી અને દ્વારકામાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad: ઈસનપુરમાંથી નશામાં કાર ચલાવતા બિલ્ડર ધરપકડ, ગાડીમાંથી મળી આવ્યાં રોકડા 1 કરોડ રૂપિયા

Tags :
Advertisement

.

×