ધાકધમકી આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને સગીરાનો દેહ ચૂંથ્યો
- આરોપી ધાકધમકી આપીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો
- આ આરોપીનું નામ જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠીયા છે
- ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો
Botad Rape Case : ગુજરાત રાજ્ય મહિલાઓની સુરક્ષામાં દેશમાં આગવુ સ્થાન ધરાવે છે. પરંતુ ગુજરાતમાં દરેક સપ્તાહમાં એકથી વધુ દુષ્કર્મના કેસ નોંધવામાં આવે છે. તે ઉપરાંત અનેક કિસ્સાઓમાં દુષ્કર્મ બાદ પીડિતા આત્મહત્યા કરી લીધી હોય, તેવા પણ કેસ સામે આવેલા છે. તો અમુક કિસ્સાઓમાં પીડિતા લાબાંગાળા સુધી આ પ્રકારના શારીરિક શોષણનો ભોગ બનતી હોય છે. ત્યારે આવો જ એક મામલો ગુજરાતના બોટાદ જિલ્લામાંથી સામે આવ્યો છે.
આ આરોપીનું નામ જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠીયા છે
મળતી માહિતી મુજબ, બોટાદમાં એક સગીરાને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે સગીરાએ પોતાના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. તો માતા-પિતા દ્વારા તાત્કાલિક ધોરણે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે માતા-પિતાએ પોલીસ ફરિયાદમાં આરોપીનું નામ સહિત તમામ માહિતી સાથે ફરિયાદ કરવી હતી. તો આ આરોપીનું નામ જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠીયા છે.
આ પણ વાંચો: Mehsanaના યુવકનો ચોંકાવનારો આરોપ, મારુ લલચાવી નસબંધીનું ઓપરેશન કરી દેવાયું
ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો
જોકે માતા-પિતાના દીકરીએ જણાવ્યું હતું કે, આરોપી જીગ્નેશભાઈ સાગઠીયાએ તેણીને ધાકધમકી આપીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. ત્યા કલાકો સુધી તેણીના દેહને ચૂંધ્યો હતો. જે બાદ ઘરે આવતા યુવતીએ તમામ ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી. જોકે પોલીસ ફરિયાદ કર્યા બાદ કલાકોની અંદર પોલીસ દ્વારા આરોપીની પકડી પાડવામાં આવ્યો છે. તો ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને પોલીસ દ્વારા આગળ કવાયત હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કરતૂત...પોતાના એજન્ટોને કરાવતો વિદેશમાં જલસા


