Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch ની 'નિર્ભયા' નાં તૂટ્યા શ્વાસ, સદગતનો આત્મા ઝંખે 'ન્યાય'

આજે માસૂમને એક પછી એક કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા...
bharuch ની  નિર્ભયા  નાં તૂટ્યા શ્વાસ  સદગતનો આત્મા ઝંખે  ન્યાય
Advertisement
  1. Bharuch નાં ઝઘડિયાની 'નિર્ભયા' નાં અંતે તૂટ્યા શ્વાસ!
  2. 10 થી વધુ તબીબની ટીમ સતત સારવારમાં હતી
  3. બાળકીએ કાર્ડિયાક અરેસ્ટ બાદ દમ તોડ્યો

Bharuch ની 'નિર્ભયા' જીંદગીની જંગ હારી છે. છેલ્લા 6 દિવસથી માસૂમ એક યોદ્ધાની જેમ જીંદગી અને મોત વચ્ચેની લડાઈ રહી હતી. વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલમાં 10 થી વધુ તબીબની ટીમ સતત તેની સારવારમાં હતી. પરંતું, તેમ છતાં ભરૂચનાં ઝઘડિયાની નિર્ભયાનાં અંતે શ્વાસ છૂટ્યા છે. નરાધમે માસૂમ સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હવે, ગુજરાતની એક જ માગ છે કે આ નરાધમને જલદી ફાંસીના માંચડે ચઢાવો.

આ પણ વાંચો - Suratમાં બોગસ ડોક્ટરોના આકા રશેષ ગુજરાતીની ફરી ધરપકડ

Advertisement

Advertisement

નરાધમે દુષ્કર્મ આચરી વિકૃતિની હદ વટાવી હતી

ભરૂચનાં ઝઘડિયા GIDC વિસ્તારમાં (Jhagadia GIDC) દિલ્હીનાં 'નિર્ભયાકાંડ' જેવી ઘટના બની હતી. આ ઘટનામાં પરપ્રાંતિય 36 વર્ષીય અને બે સંતાનનાં નરાધમ પિતા વિજય પાસવાને (Accused Vijay Paswan) અન્ય પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની માસૂમ સગીરાને ફોસલાવી આવાવરૂં જગ્યા પર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પછી વિકૃતિની હદ વટાવી પીડિતાનાં ગુપ્તાંગમાં સળીયો ઘૂસાડી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હેવાને નિર્ભયાનાં અંગ-અંગને ક્ષતવિક્ષત કર્યું હતું અને ફરાર થયો હતો. આ હચમચાવતા કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં જ નરાધમ આરોપી વિજય પાસવાનને ઝડપી લીધો હતો. જ્યારે ભોગ બનનાર સગીરાને સારવાર અર્થે પહેલા ભરુચ (Bharuch) અને ત્યાર બાદ વડોદરાની હોસ્પિટલમાં (Vadodara SSG Hospital) દાખલ કરાઈ હતી.

આ પણ વાંચો - Ahmedabad : પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

બાળકીને આજે એક પછી એક 2 કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા

વડોદરાની સયાજી હોસ્પિટલનાં બાળરોગ વિભાગમાં ICU માં બાળકીની સારવાર ચાલી રહી હતી.  ભરૂચની 'નિર્ભયા' છેલ્લા 6 દિવસથી એક યોદ્ધાની જેમ જીંદગી અને મોતની લડાઈ લડી રહી હતી. 10 જેટલા નિષ્ણાંત તબીબની ટીમ તેણીની સારવારમાં હતી. SSG હોસ્પિટલનાં (SSG HOSPITAL-VADODARA) RMO હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, આજે બપોરે 2 વાગે બાળકીને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, જેથી તેની સ્થિતી ગંભીર બની ગઇ હતી. જો કે, સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો થયો હતો. ત્યાર બાદ બાળકીને 5.15 વાગે ફરી કાર્ડિયાક અરેસ્ટનો (Cardiac Arrest) હુમલો આવ્યો હતો. સારવાર દરમિયાન 6:15 કલાકે બાળકીએ દમ તોડી દીધો હતો.

નેતાઓ રાજનીતિ કરતા રહ્યા અને 'નિર્ભયા' જિંદગી હારી!

ભરૂચનાં (Bharuch) 'નિર્ભયાકાંડ' એ સમગ્ર ગુજરાત પર લાંછન લગાવ્યું છે. આ ગોઝારી ઘટના પછી અને નેતાઓનાં નિવેદનો બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો કહી રહ્યા છે કે, પીડિતાને મળવા અને પીડિત પરિવારને સાંત્વના આપવાને બદલે નેતાઓએ રાજનીતિમાં વ્યસ્ત હતા. માસૂમ સાથે જઘન્ય કૃત્ય પર રોષ વ્યક્ત કરવાને બદલે નેતાઓ પ્રાંતવાદ કરી ગુજરાત-ઝારખંડ કરી રહ્યા હતા. આ ક્રૂર ઘટના બાદ પીડામાં પીસાતા પરિવારને સાંત્વના આપવા પણ કોઈ હોસ્પિટલ ગયું નહોતું. સરપંચથી લઇને સાંસદ સુધી કોઈને પીડિત પરિવારને મળવા સુધીની પણ ફુરસદ નહોતી. નેતાઓને પ્રાંતવાદ અને રાજનીતિમાંથી ફુરસદ મળી હોય તો હવે માસૂમની આત્માને ન્યાય અપાવો. હવસનાં હેવાનને આકરામાં આકરી સજા આપી દાખલો બેસાડો કે એવું ઘૃણાસ્પદ કૃત્ય ભવિષ્યમાં ફરીવાર ક્યારે ન બને. લોકોએ કહ્યું કે, ગુજરાતનો એક જ અવાજ છે કે આ હેવાનનું અંગ અંગ ચીસો પાડે તેવી તેને સજા આપો.

આ પણ વાંચો - Surat: શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ઠગબાજ ઝડપાયો

Tags :
Advertisement

.

×