Pavagadh ખાતે આધ્યાત્મિક મહત્વ ધરાવતી પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ
- શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે
- ગુજરાતભરના ખૂણે ખૂણેથી માઇભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા
- પરિક્રમાને હિન્દૂ સંસ્કૃતિમાં ખુબ જ પવિત્રયાત્રા માનવામાં આવે છે
સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ (Pavagadh)ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રા (Parikrama Yatra)નો આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીની મહાઆરતી કરી માતાજીના જય ઘોષ સાથે પરિક્રમા યાત્રા (Parikrama Yatra) શરૂ કરવામાં આવી હતી. આ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી માઇભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે.
પરિક્રમાને હિન્દૂ સંસ્કૃતિમાં ખુબ જ પવિત્રયાત્રા માનવામાં આવે છે
પરિક્રમાને હિન્દૂ સંસ્કૃતિમાં ખુબ જ પવિત્રયાત્રા (Parikrama Yatra)માનવામાં આવે છે. શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને 9 વર્ષથી પાવાગઢ (Pavagadh) પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે. આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાનું પ્રસ્થાન કરાવવા આવ્યું હતું જેનું સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે.
આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતી નવમી પાવાગઢ પરિક્રમાનો આજથી શુભારંભ
ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. માગશર વદ અમાસના દિવસે પ્રારંભ થતી અને અનેરૂ આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતી નવમી પાવાગઢ પરિક્રમાનો આજથી શુભારંભ થયો છે.
44 કિલોમીટરની આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે
પાવાગઢ (Pavagadh) વાઘેશ્વરી માતાજીના મંદિરથી રામજી મંદિરના મહંત, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અગ્રણીઓ અને પરિક્રમા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં મહાઆરતી સાથે પરિક્રમા (Parikrama Yatra)નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે 44 કિલોમીટરની આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. પરિક્રમા યાત્રા રૂટ ઉપર ઠેર ઠેર ભંડારાનું આયોજન કરાયું છે જેમાં પોલીસ અને તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે.આ પ્રસંગે હજારોની સંખ્યામાં પરિક્રમા યાત્રામાં જોડાયેલા માઇ ભક્તોને ધારાસભ્ય અને ઉપસ્થિત સંતોએ સૌને શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Ahmedabad: સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની રૂ.50 લાખનો ખેલ પાડ્યો
2200 વર્ષ અગાઉ વિશ્વામિત્ર ઋષિએ દૈવીશક્તિની ઉપાસના કરી પાવાગઢની પરિક્રમા કરી હતી
પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ અંદાજીત 2200 વર્ષ અગાઉ વિશ્વામિત્ર ઋષિએ દૈવીશક્તિની ઉપાસના કરી પાવાગઢની પરિક્રમા (Parikrama Yatra) કરી હતી. આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પાવાગઢ ડુંગર એરિયલ વ્યુથી શ્રીયંત્ર આકાર ધરાવે છે જેથી પાવાગઢ પરિક્રમા કરવાથી શ્રીયંત્રની પરિક્રમા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 44 કિલોમીટર લાંબી પાવાગઢ (Pavagadh) પરિક્રમા યાત્રા દરમિયાન ટપલા વાવ હનુમાનજી, મદાર સિદ્ધનાથ મહાદેવ,કોટ કાળી, તાજપુરા નારાયણ ધામ સહિતના અનેક પૌરાણિક મંદિર આવેલા છે જેના પણ યાત્રીઓ દર્શન કરતાં હોય છે.
પદયાત્રા માર્ગને જય માતાજીના જયઘોષ સાથે ગુંજવી દીધો
પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયેલા ભક્તો જણાવે છે કે પરિક્રમા કરવાથી તેઓની એનર્જીમાં વધારો થવા સાથે વર્ષ દરમિયાન નિરોગી રહેવાય છે જેથી સૌએ પરિક્રમા જરૂર કરવી જોઈએ. પાવાગઢ (Pavagadh)પરિક્રમા યાત્રામાં આબાલ વૃદ્ધ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પદયાત્રા માર્ગને જય માતાજીના જયઘોષ સાથે ગુંજવી દીધો હતો. કેટલાક ભક્તો ભજન મંડળી સાથે જોડ્યા હતા અને કેટલાક યુવકો હાથમાં ત્રિરંગો તેમજ માતાજીની ધજા સાથે પ્રારંભથી અંત સુધી સતત જોગીંગ કરી પરિક્રમા પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: Gujarat: રાજ્યના 13 જિલ્લામાં 222 વરુઓનું રહેઠાણ, આ જિલ્લામાં સૌથી વધુ નોંધાઇ સંખ્યા


