ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : કોંગ્રેસ નેતાના પુત્ર સામે યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો ગંભીર આરોપ

આ મામલે પોલીસે ફરિયાદ નોંધી યુવતીનાં મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
09:33 PM May 15, 2025 IST | Vipul Sen
આ મામલે પોલીસે ફરિયાદ નોંધી યુવતીનાં મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Vadodara_gujarat_first Congress
  1. Vadodara માં કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહના પુત્ર પર દુષ્કર્મનો આરોપ
  2. નંદેસરી પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર સામે ફરિયાદ
  3. અનિરુદ્ધસિંહ ગોહિલ સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
  4. ફરિયાદને પગલે પોલીસ યુવતીને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ

વડોદરામાં (Vadodara) કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહનાં (Rajendra Singh) પુત્ર સામે દુષ્કર્મનો ગંભીર આરોપ થયો છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાના (Congress leader) પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે એક યુવતીએ આ આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી યુવતીનાં મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અનિરુદ્ધસિંહ ગોહિલ (Aniruddha Singh Gohil) અને યુવતી છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસબંધ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો - Vadodara : MLA કેતન ઇનામદારના પત્રથી હડકંપ, મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો પર્દાફાશ!

અનિરુદ્ધસિંહ ગોહિલ સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

વડોદરામાંથી (Vadodara) વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ (Aniruddha Singh Gohil) સામે એક યુવતીએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે. યુવતીએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં (Nandesari Police Station) દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે યુવતીનાં મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ચર્ચા છે કે પીડિત યુવતી અને અનિરુદ્ધસિંહ ગોહિલ છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસબંધ હતા.

આ પણ વાંચો - Vadodara : છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ ભાજપ નેતા દિલીપ ગોહિલની દુબઈથી ધરપકડ, જાણો શું છે મામલો?

કોંગ્રેસ નેતાનો આરોપી પુત્ર હજી પણ પોલીસ પકડથી દૂર

જો કે, કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહનાં પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ હાલ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે અનિરુદ્ધસિંહની શોધખોળ આદરી છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ ગોહિલની ધરપકડ ક્યારે કરવામાં આવશે અને આ કેસની સાચી હકીકત શું તે પોલીસ તપાસમાં જ જાણી શકાશે. પરંતુ, આ મામલે પોલીસની કાર્યવાહી પર સૌની નજર છે.

આ પણ વાંચો - Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?

Tags :
Aniruddha Singh GohilCongress leader Rajendra SinghCrime NewsgujaratfirstnewsNandesari Police StationTop Gujarati NewVadodara
Next Article