Download Apps
Home » વાહ રે નેતા, કર્મચારીઓને પ્રોત્સાહન આપવાને બદલે ગાળો ભાંડી

વાહ રે નેતા, કર્મચારીઓને પ્રોત્સાહન આપવાને બદલે ગાળો ભાંડી

વડોદરા શહેરમાં રખડતા ઢોર ના ત્રાસને નિવારવા પાલિકાની ઢોર પાર્ટી ની ટીમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે. ગત રોજ ઢોર પાર્ટીની ટીમ રાબેતા મુકામ શહેરના માર્ગો પર યમદૂત સમાન રખડતા ઢોરને ડબ્બે પૂરવા નીકળી હતી દરમિયાન કેટલાક માથાભારે પશુમાલીકો દ્વારા આ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને બાદ માં તેઓ ઢોર ડબ્બામાંથી જબરજસ્તી ઢોર છોડાવીને ફરાર થઈ ગયા હતા. અહી નવાઇ ની વાત તો એ છે કે પોતાની જાતને નગરસેવક ગણાવતા કોંગ્રેસના કોર્પોરેટર ઝ્હા ભરવાડે નગરજનોની ચિંતા કરવાને બદલે બેજવાબદાર પશુ માલિકોનું ઉપરાણું ખેચી ઢોર પાર્ટીના કર્મચારીઓને ગાળો ભાંડી માથાકૂટ કરી હતી.
ઢોરપાર્ટીની કામગીરીમાં અડચણ
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગત રાત્રિ એ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન નવાયાર્ડ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હોવાની માહિતી મળતા ઢોર પાર્ટીની ટીમ નવાયાર્ડ ખાતે પોહચી હતી. જ્યાં તેમને રસ્તે રખડતા ઢોર નજરે પડ્યા હતા. જેથી ઢોર પાર્ટીની ટીમ દ્વારા આ ઢોરને પાંજરે પૂરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ જ વિસ્તારના કેટલાક બેજવાબદાર અને માથાભારે પશુમાલીકો અહી દોડી આવ્યા હતા અને ઢોર પાર્ટી ની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.
કોર્પોરેટરે માથાકુટ કરી
શરૂઆતમાં પશુ માલિકો દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરવામાં આવી હતી બાદમાં તેઓને જાણે કાયદાનો ડર ન હોય તેમ ઢોર પાર્ટી ના કર્મચારીઓ સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા અને આ ટીમ પર હુમલો કર્યો હતો. પોતાના વિસ્તારમાં ઢોર પાર્ટીની ટીમ અને પશુ માલિકો વચ્ચે માથાકૂટની માહિતી મળતાં ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર ઝ્હા ભરવાડ ધસી આવ્યા હતા અને તેમને પણ ઢોર પાર્ટીની ટીમ સાથે માથાકૂટ પર ઉતરી કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી.
વીડિયો વાયરલ
આમ તો એક નગર સેવકનું કામ નગરજનોની સેવા કરવા નું હોય છે. પોતાના મતદારોની સમસ્યાનું નિરાકરણ લાવવાની એક નગરસેવકની ફરજ છે પરંતુ પોતાને નગર સેવક ગણાવતા સ્થાનિક કોર્પોરેટર ઝ્હા ભરવાડ પોતાની ફરજ ચૂક્યા હતા અને ઢોર પાર્ટીની સારી કામગીરીની સરાહના કરવાને બદલે ઉપરથી કર્મચારીઓને ગાળો ભાંડી તતડાવ્યા હતા. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટર ઝ્હા ભરવાડ દ્વારા માથાભારે પશુ માલિકોની નજર સામે જ ઢોર પાર્ટીનું અપમાન કરાતા આ બેફામ બનેલા પશુ માલિકોની હિંમત ખુલી હતી અને તેઓ ઢોર ડબ્બામાંથી જબરજસ્તી પોતાના ઢોર છોડાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ ફરિયાદ નોંધાઈ
ઢોર પાર્ટી પર માથાભારે પશુ માલિકો દ્વારા હુમલો કરાતાં સમગ્ર મામલો પોલીસ મથકે પોહોચ્યો હતો.પાલિકા ની ઢોર પાર્ટી ના ટીમ લીડર પ્રદીપ લોખંડે એ શહેરના ફતેગંજ પોલીસ મથકે ઢોર છોડાવી જનાર પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.જેથી ફતેગંજ પોલીસ દ્વારા 7 થી 8 હુમલાખોર પશુ માલિકોના ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ પોલીસ દ્વારા સમગ્ર મામલે દરોડા પાડી ચાર જેટલા હુમલાખોર પશુ માલિકો ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પશુ માલિક જહા ભરવાડ, હામા ભરવાડ, નનુ ભરવાડ અને ગોવિંદ ભરવાડ નો સમાવેશ થાય છે,હજી અન્ય હુમલાખોરો ફરાર છે ત્યારે તેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની કામગીરી પર સવાલો
ઉલ્લેખનીય છે કે ફતેગંજ પોલીસ દ્વારા માથાભારે ચાર જેટલા પશુ માલિકો ની ધરપકડ તો કરવામાં આવી પરંતુ આ પશુ માલિકો ને પ્રોત્સાહન આપનાર કોંગી કોર્પોરેટર ઝ્હા ભરવાડ વિરૂદ્ધ કોઈ પણ પ્રકાર નો ગુનો દાખલ નથી કરવામાં આવ્યો.કે નથી કોઈ કાર્યવાહી કરવામાં આવી.અહી એ યાદ અપાવવું જરૂરી છે કે ઝ્હા ભરવાડ દ્વારા ઢોર પાર્ટી સાથે કરાયેલા ગેરવર્તણૂક નો વિડિયો હાલ ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.છતાં પોલીસને આ વિડિયો પુરાવા તરીકે ઉપયોગ માં લેવું યોગ્ય ન લાગ્યું. જેના કારણે ફતેગંજ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.કાયદો ભલે બધા માટે એક હોય પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા સામાન્ય નાગરિક અને રાજકારણી વચ્ચે કાયદાકીય ભેદભાવ કરાતા વડોદરા શહેર પોલીસ ની કામગીરી શંકા ના ઘેરા માં આવી છે.તો સાથે જ ફતેગંજ પોલીસ પર કોંગી કોર્પોરેટર પર કાર્યવાહી નહિ કરવાં રાજકીય દબાણ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઘટના વખોડવામાં આવી
ઢોર પાર્ટી સાથે થયેલી મારપીટ અને કોંગી કોર્પોરેટર ની દાદાગીરી ની ઘટના અંગે પાલિકા ના સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડૉ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાલિકાની ઢોર પાર્ટીની ટીમ પર હુમલાની ઘટના એ ખૂબ જ નિંદનીય બાબત છે. કોંગ્રેસ કોર્પોરેટર સ્થળ પર જઈ ઢોર પાર્ટીની ટીમ સાથે માથાકુટ કરે તે યોગ્ય બાબત નથી,પાલિકા દ્વારા ફતેગંજ પોલીસે જે આરોપીઓને પકડ્યા તેમને પાસા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા