Home » લવજેહાદનો કિસ્સો સામે આવ્યો, હિન્દૂ નામ ધારણ કરી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
લવજેહાદનો કિસ્સો સામે આવ્યો, હિન્દૂ નામ ધારણ કરી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
149
સુરત શહેરમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વિધર્મી યુવકે પોતાની અસલ ઓળખ છુપાવી હિન્દૂ તરીકેની ઓળખ આપી યુવતી જોડે મિત્રતા કેળવી હતી. ઇવેન્ટ કંપનીમાં ભાગીદારી બનાવી યુવતીને વિશ્વાસમાં લીધા બાદ અલગ અલગ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. ઓફિસ સીફટીંગ કરતી વેળાએ યુવકનો આધારકાર્ડ યુવતીના હાથે લાગતા વિઘર્મી યુવકનો ભાંડો ફૂટી ગયો હતો.જ્યાં લવ-જેહાદનો ભોગ બનેલી યુવતી ની ફરિયાદ ના પગલે વેસુ પોલીસ દ્વારા વિધર્મી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
લગ્નનું વચન આપી શરીર સંબંધ બાંધ્યો
વેસુ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દૂ નામ ધારણ કરી વેસુમાં જ રહેતી 24 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં આ યુવતીને યુવકની અસલી ઓળખ ખબર પડી હતી કે તે સનરાઈઝ ઈવેન્ટનો કંપની નો માલિક વસીમ અકરમ છે. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે.
યુવતી ઈવેન્ટમાં પાર્ટનર બનાવી
પોલીસ ના જણાવ્યા પ્રમાણે વેસુ રાજપુત ફળિયુ ખાતે રહેતા વસીમ અકરમ વાહીદ સનરાઈઝ ઈવેન્ટના નામે ધંધો કરે છે. વસીમ અકરમે વેસુ વિસ્તારમાં જ રહેતા અને મેહંદી મુકવાનું કામ કરતી 24 વર્ષીય યુવતીને પોતાની ઓળખ વાસુ ગ્વાલડીયા તરીકે આપી મિત્રતા કરી પોતાના સનરાઈઝ ઈવેન્ટમાં પાર્ટનર બનાવી હતી. ત્યાર બાદ બન્ને અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા સાથે જ વસીમ એ યુવતી ને રૂબરુમાં મળી વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી.
પોલીસ ફરીયાદ
વસીમએ યુવતીને ગત તા. 1 જુલાઈ 2022થી 10 ફેબ્રુઆરી 2023 સુધીમાં ફરવા બહાને અલગ અલગ હોટલમાં તેમજ તેના ઘરે લઈ જઈ તેની મરજી વિરૂધ્ધ જબરજસ્તી બળાત્કાર કર્યો હતો. તેમજ યુવતીને ધમકાવી હતી. તેણે યુવતી ને પરિવાર સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે યુવતી દ્વારા ગતરોજ ફરિયાદ નોધાવતા પોલીસે યુવતીની ફરિયાદને આધારે વાસુ ગ્વાલડીયા ઉર્ફે વસીમ અકરમ વાહીદ સામે બળાત્કાર અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આરોપી જેલહવાલે
સુરતમાં લવ જિહાદ ના કિસ્સા માં સતત વધારો થઈ રહ્યો છે.જેમાં વધુ એક વાર યુવતી ભોગ બનતા વેસુ પોલીસે કાર્યવાહી કરી છે. લવ-જેહાદનો કિસ્સો સામે આવ્યો બાદ સંગઠનો પણબહારઆવે અને ઘટના મોટી થાય એ પહેલાં પોલીસે બળાત્કારનો ભોગ બનેલી યુવતી ની વિધર્મી વિરુદ્ધ ફરિયાદ લઇ વેસુ વિસ્તારમાં રહેતા વસીમ અકરમ વાહીદની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject