11

થિયેટર્સ રિલિઝના બે દિવસ પહેલાં આલિયાભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી ;કાનૂની જંગમાં ફસાઇ છે. ફિલ્મનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ ઇંદિરા બેનર્જી અને જે.કે. માહેશ્વરીની ખંડપીઠે નિર્માતા સંજય લીલા ભણસાલી પ્રોડ્કશન હાઉસને સલાહ આપી છે કે, શું આ ફિલ્મનું નામ બદલી શકાય છે?
અદાલતે કહ્યું કે શું ફિલ્મ પર બેનને લઇને છેલ્લાં 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલે છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જે સુનવણી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનવણી હથ ઘરાશે. આજે ચાલેલી બે કલાકની સુનવણીમાં કોર્ટે મેકર્સના પૂછ્યું કે શું આ ફિલ્મનું નામ બદલી શકાય?
ઉલ્લેખનીય છે કે, ગુંગુબાઈના દત્તક પુત્ર બાબુજી રાવજી શાહે ફિલ્મના નિર્માતા, અને અભિનેત્રી આલિયા ભટ્ટ સામે બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે. સાથે જ ‘ધ માફિયા ક્વિન્સ ઓફ બોમ્બે’ના લેખક વિરુદ્ધ પણ જાહેરહિતની અરજી કરી હતી.જેમાં તેમણે માનહાનિનો દાવો કર્યો હતો. આ ફિલ્મથી તેમના પરિવારને સામાજીક નુકશાન કર્યું હતું. પરંતુ હાઇકોર્ટે આ અરજી ખારીજ કરી દીધી હતી. તેથી તેમણે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટકાવ્યો હતો.