તમને કદાચ તો ખ્યાલ હશે કે બોલિવુડના બાદશાહ એટલે કે
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવવા જઈ રહી છે. હાલમાં આ ફિલ્મનું એક શાનદાર ટિઝર લોન્ચ
કરવામાં આવ્યું છે. અભિનેતાએ પોતાના ઈંસ્ટાગ્રામમાં આ ટીઝર લોન્ચ કર્યું છે.
શાહરૂખ ખાન ઘણા સમય પછી આ શાનદાર ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે આવી
રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી દર્શકોથી લઈને વિવેચકો
સુધી દરેક શાહરૂખના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં યશ રાજ
ફિલ્મ્સની એક્શન-એન્ટરટેઇનર ‘પઠાણ‘ માટે ઘણી વખત શૂટિંગ કરતા જોવા મળ્યા બાદ, શાહરૂખ
ખાને આખરે ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ સાથે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર
કરવામાં આવી છે.
શાહરૂખ ખાને (SRK) તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટીઝર શેર કર્યું
અને લખ્યું, ‘મને ખબર છે કે મોડું થઈ ગયું છે. પણ તારીખ
યાદ રાખો. પઠાણનો સમય શરૂ થાય છે. 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં મળીશું. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં
આવશે. તો અભિનેતાએ જણાવ્યા મુજબ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના
રોજ સ્ક્રીન પર આવશે.
જો આ ફિલ્મના ટીઝરની વાત કરીએ તો તેમાં શાહરૂખ ખાનની એકદમ નવી સ્ટાઈલ
સામે આવી રહી છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે દીપિકા અને જ્હોન કોઈપણ ધાર્મિક
અને જ્ઞાતિની પૃષ્ઠભૂમિ વિના શાહરૂખ ખાનના ટાઈટલ કેરેક્ટરને રજૂ કરી રહ્યા છે. તો
સાથે સાથે બેકગ્રાઉન્ડમાં SRKનો અવાજ સંભળાય છે જે
તેના પઠાણના પાત્ર વિશે બોલતા કહે છે કે તેણે પોતાની રાષ્ટ્રીય ઓળખને પોતાના ધર્મ
તરીકે અપનાવી છે. જો કે આ આખા ટીઝરમાં કિંગ ખાનનો લુક હજુ સુધી જાહેર કરવામાં
આવ્યો નથી. તે માત્ર સ્ક્રીન પર અસ્પષ્ટ છબી સાથે જ દેખાય છે. શાહરૂખે ટીઝરમાં એમ
પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં તેના પાત્ર વિશે વધુ વિગતો આપશે.
‘પઠાણ‘ની રિલીઝ તારીખ આવતા વર્ષે 25 જાન્યુઆરી નક્કી
કરવામાં આવી છે,
એવું લાગે છે કે દીપિકા પાદુકોણ અને
રિતિક રોશન સ્ટારર ‘ફાઇટર‘ની રિલીઝમાં ફેરફાર થઈ શકે છે.મળતી માહિતી મુજબ આ ફિલ્મ 2023ના ગણતંત્ર દિવસ પર રિલીઝ થવા જઈ
રહી છે. તમને જણાવી દઈએ કે બંને ફિલ્મો – ‘પઠાણ‘ અને ‘ફાઇટર‘ એક જ નિર્દેશક સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત
છે. શાહરૂખ ‘પઠાણ‘
ફિલ્મ દ્વારા પાંચ વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. તેની છેલ્લી
રિલીઝ 2018 માં ‘ઝીરો‘ હતી
જે બોક્સ ઓફિસ પર એક મોટી ફ્લોપ સાબિત થઈ હતી.