Home » રામ ગોપાલ વર્માએ કહ્યું કે- ‘હું ગે નથી પણ આ વ્યક્તિને કિસ કરવા માંગતો હતો
રામ ગોપાલ વર્માએ કહ્યું કે- ‘હું ગે નથી પણ આ વ્યક્તિને કિસ કરવા માંગતો હતો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
71
હાલમાં રામ ગોપાલ વર્મા તેમની આગામી ફિલ્મ લડકીઃ એન્ટર ધ ગર્લ ડ્રેગનના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં પૂજા ભાલેકર ખૂબ જ બોલ્ડ અને ફુલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માનું નામ એવા કેટલાક સ્ટાર્સમાંનું એક છે જેઓ તેમના કામની સાથે-સાથે વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હંમેશની જેમ જ આ ફિલ્મમા પણ રામગોપાલ વર્માની આવનારી ફિલ્મમાં પૂજા ભાલેકર ખૂબ જ બોલ્ડ અને ફુલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. એક પ્રમોશન ઇવેન્ટ દરમિયાન રામ ગોપાલ વર્માએ જણાવ્યું કે પોતાના જીવનમાં એક વ્યક્તિ અવી છે જેને તેઓ કિસ કરવા માંગતા હતા.
રામ ગોપાલ વર્મા બ્રુસ લીને કિસ કરવા માંગતા હતાં
તાજેતરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રામ ગોપાલ વર્માએ જણાવ્યું કે હું બ્રુસ લીનો મોટો ફેન છું. જ્યારે હું નાનો હતો ત્યારે જ ‘એન્ટર ધ ડ્રેગન’ ફિલ્મ જોઈ હતી અને ત્યારથી જ બ્રુસ લીનો ચાહક બની ગયો હતો. ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો બ્રુસ લી જીવિત હોત તો તે તેને કયો પ્રશ્ન પૂછત? આના પર રામ ગોપાલ વર્માએ કહ્યું, ‘હું ગે નથી, પરંતુ બ્રુસ લી એકમાત્ર એવો માણસ છે જેને હું કિસ કરવા માંગતો હતો.
બ્રુસ લી અન્ય માર્શલ આર્ટિસ્ટ કરતા અલગ
વાતચીતમાં રામ ગોપાલ વર્માએ બ્રુસ લી અને અન્ય માર્શલ આર્ટિસ્ટ વચ્ચેનો તફાવત પણ જણાવ્યો. તેમણે કહ્યું કે, ‘બ્રુસ લીમાં જો કંઈક અદ્ભુત છે, તે માત્ર તેની ઝડપ નથી, કે ન તેની તાકાત. મને નથી લાગતું કે તેમની પંચિંગ પાવરમાં તફાવત છે. પરંતુ તેમના વ્યક્તિત્વ, તેની સ્ક્રીનની હાજરી અને તેની આંખોમાં આખો પાવર છે.
બચ્ચન અને શ્રીદેવીનો પણ ઉલ્લેખ
વાતચીતમાં રામ ગોપાલ વર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કયા ફિલ્મ સ્ટાર્સ સાથે કામ કરવાનું મિસ કરે છે. આ સવાલના જવાબમાં ડિરેક્ટરે કહ્યું, ‘મિસ્ટર બચ્ચન (અમિતાભ બચ્ચન) અને શ્રીદેવીને પણ યાદ કર્યાં. બીગ બી વિશે રામુએ કહ્યું કે જ્યારે હું ટીનેજર હતો, ત્યારે હું તેમની ફિલ્મો માટે લાઈનમાં ઉભો રહીને ટિકિટ ખરીદતો હતો. તેમના સિવાય કોઈ એવું નથી કે જેની સાથે કામ કરવાનું હું મિસ કરું. જ્યારે મારી પાસે તેમના માટે કંઈક વિશેષ હશે ત્યારે હું તેમનો ચોક્કસ સંપર્ક કરીશ. મને નથી લાગતું કે હું આ પ્રશ્નનો જવાબ આપી શકું.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject