Home » જલ્દી જ ફિલ્મી પડદે જોવા મળશે ઈન્ડિયન ક્રિકેટ ટીમનો આ ખેલાડી
જલ્દી જ ફિલ્મી પડદે જોવા મળશે ઈન્ડિયન ક્રિકેટ ટીમનો આ ખેલાડી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
74
ક્રિકેટ વિશ્વભરની લોકપ્રિય રમતોમાંની એક છે અને તેની લોકપ્રિયતા સમયની સાથે વધી રહી છે. ક્રિકેટે ખેલાડીઓને સ્ટાર બનાવ્યા છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ ઘણો વધારે છે અને અહીંના લોકો આ રમતને ધર્મ માને છે.
ભારતની ટીમ ઈન્ટરનેશનલ લેવલ પર પણ શાનદાર છે અને દુનિયાની સૌથી ખતરનાક ટીમોમાંની એક છે. ભારતીય ટીમની આ સિદ્ધિનું મુખ્ય કારણ તેમના ખેલાડીઓ છે જે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. એવા ઘણા ખેલાડીઓ છે જેમનું મન ક્રિકેટ સિવાય અન્ય વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે અને તેઓ તે વસ્તુઓથી ચાહકોનું મનોરંજન પણ કરતા રહે છે. શિખર ધવન પણ આ પ્રકારના ખેલાડીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ચાહકોનું મનોરંજન કરે છે. તે અન્ય ખેલાડીઓ કરતાં વધુ સક્રિય છે અને સતત મીમ્સ અને રીલ્સ શેર કરે છે.
તે એક શાનદાર ઓપનિંગ બેટ્સમેન પણ છે જે હાલમાં પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમી રહ્યો છે અને આ સિઝનમાં પણ તે શાનદાર ફોર્મમાં છે. આ સિઝનમાં તેણે રમેલી 13 મેચોમાં તેણે 122ના સ્ટ્રાઈક રેટથી 421 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી સામેલ છે. ઉપરાંત શું તમે જાણો છો કે ક્રિકેટ ગ્રાઉન્ડ બાદ હવે ગબ્બર મોટા પડદા પર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
જીહા, એ વાત સાચી છે, હકીકતમાં, પિંકવિલાના એક અહેવાલ મુજબ, ધવન ટૂંક સમયમાં એક બોલિવૂડ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જોકે ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, “શિખર ધવનને હંમેશાથી કલાકારો માટે ઘણું સન્માન રહ્યું છે. જ્યારે તેને આ ઑફર મળી, ત્યારે તેણે ખુશીથી તેના માટે સંમતિ આપી.
નિર્માતાઓના જણાવ્યા અનુસાર, આ પાત્ર શિખરને જ અનુકૂળ હતું. તેથી જ થોડા મહિનાઓ પછી, તેની પાસે આ ઑફર લઇને જવામાં આવ્યું. મહત્વનું છે કે, ધવન આ ફિલ્મમાં એક સંપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ધવનનું પાત્ર આ ફિલ્મમાં મહત્વપૂર્ણ હશે અને આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થઈ શકે છે.”
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા શિખર ધવન અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરન ભરૂચાની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર જોવા મળ્યો હતો. પરંતુ અહેવાલમાં ઉલ્લેખીત સૂત્રની માહિતી અનુસાર, ધવન આ ફિલ્મમાં તેના અભિનયની શરૂઆત કરશે નહીં. ધવન અને અક્ષય સારા મિત્રો છે. એટલા માટે આ સેટ પર ક્રિકેટર જોવા મળ્યો હતો. અક્ષય ઉપરાંત, ધવન રણવીર સિંહ સાથે પણ ગાઢ બોન્ડ શેર કરે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject