Home » 24 કલાકમાં કોરોનાના નવા 377 કેસ, જૂનાગઢમાં એક પણ કેસ નહીં
24 કલાકમાં કોરોનાના નવા 377 કેસ, જૂનાગઢમાં એક પણ કેસ નહીં
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
48
છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. જેથી આવું લાગી રહ્યું હતું કે ત્રીજી લહેર ધીમ ધીમે નબળી પડી રહી છે. ત્યારે આજે નોંધાયેલા કોરોના કેસના આંકડા સામે આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કોરોના મહામારી હવે કાબુમાં આવી ગઇ છે અને સાથે જ કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણ રીતે ઓસરી ગઇ છે. જેથી હવે રાજ્યમાાં જે બે શહેરોમાં રાત્રિ કર્ફયુ લાગુ છે તે પણ સરકાર દૂર કરી દે તેવી શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં 377 કેસ
રાજ્યમાં દૈનિક નોંધાતા કોરોના કેસોનો આંકડો હવે 500ની અંદર આવી ગયો છે. રવિવારે રાજ્યમાાં છેલ્લા 24 કલાક દરમિયાન 377 નવા કોરોના કેસ નોંધાયા છે. જેની સામે આજે નવ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા 10,896 થઇ છે. તો આ તરફ રવિવારે 1148 દર્દીઓ કોરોનામાંથી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપનારા કુલ દર્દીઓની સંખ્યા 12,04,656 પર પહોંચી છે. અત્યારે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.70 ટકા છે.
હાલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમાં વર્તમાન સમયે કુલ એક્ટિવ કોરોના કેસોની વાત કરીએ તો તે આંકડો 5010 છે. જેમાંથી 41 દર્દીઓ અત્યારે વેન્ટિલેટર પર છે, જ્યારે 4969 લોકો સ્થિર છે. એટલે કે એક્ટિવ કેસનો આંક પણ હવે એક બે દિવસમાં પાંચ હજારની અંદર આવી જશે.
સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં
રાજ્યના તમામ મહાનગરોમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં રવિવારે 131 કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય થઇને 136 કેસ થાય છે. ત્યારબાદ બીજા નંબર પર વડોદરા આવે છે, જ્યાં શહેર અને જિલ્લો થઇને 72 કેસ નોંધાયા છે. તો આ તરફ સુરતમાં 26 કેસ, રાજકોટમાં 7 કેસ, ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 1 કેસ, ભાવનગરમાં 5 કેસ અને જુનાગઢમાં એકપણ કેસ નોંધાયો નથી. તો અમરેલી, ગીર સોમનાથ અને સુરેનદ્રનગરમાં 1 1 કેસ નોંધાયો છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject