Home » હિંમતનગર પાસે બાલાજી વેફર કંપનીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા છવાયા
હિંમતનગર પાસે બાલાજી વેફર કંપનીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા છવાયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
75
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર પાસેના રંગપુર નજીક આવેલી બાલાજી વેફર કંપનીમાં મંગળવારે બપોરે ભીષણ આગ ફાટી નિકળી હતી. ઘટનાના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. ઇડર અને હિંમતનગરના ફાયર ફાયટરોએ ભયાનક આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા છવાઇ ગયાહતા અને દુર દુર સુધી ધુમાડો જોવા મળ્યો હતો.
સાબરકાંઠાના રંગપુર પાસે બાલાજી વેફર કંપનીમાં બપોર બાદ ભયાનક આગ લાગી હતી. કંપનીનું આગામી 10 તારીખે ઉદ્ઘાટન થવાનું હતું પણ તે પૂર્વે જ કંપનીમાં ભારે આગ ફાટી નિકળી હતી. આગ લાગતાં ભારે ધુમાડો છવાયો હતો અને દુર સુધી ધુમાડો પ્રસર્યો હતો. આગને જોતાં જ સ્થાનિક લોકોમાં અફરા તફરી સર્જાઇ હતી. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઇ જતાં લોકોમાં ભારે ઉત્તેજના સાથે ભય જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ઇડર અને હિંમતનગરના ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી.
જો કે આગનું ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી. આગને બુઝાવવા માટેના પ્રયાસો શરુ કરી દેવાયા હતા પણ આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઇ લીધી હતી અને બળીને ખાખ થઇ ગઇ હતી જેથી લાખોનું નુકશાન થયું હોવાનો અંદાજ વ્યકત કરાયો છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject