Home » મ્યુનિ.હોસ્પિટલમાં કેન્સરના ત્વરીત નિદાન માટે વસાવાશે અત્યાધુનિક મશીન
મ્યુનિ.હોસ્પિટલમાં કેન્સરના ત્વરીત નિદાન માટે વસાવાશે અત્યાધુનિક મશીન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
64
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ હોસ્પિટલમાં લિવર અને બ્રેસ્ટ કેન્સર સહિતના અન્ય કેન્સરના તત્કાલ નિદાન થઈ શકે તે માટે ક્રાયો સ્ટેટ માઈક્રો ટોમ અને હાઈ એન્ડ ડોલર ડોટલર મશીન વસાવવામાં આવશે.
હોસ્પિટલ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, આ મશીનની મદદથી માત્ર અડધા કલાકમાં જે તે કેન્સરનું નિદાન થઈ શકશે. હોસ્પિટલ કમિટીની બેઠકમાં એસ.વી.પી.અને શારદાબહેન હોસ્પિટલ માટે કેન્સરના નિદાન માટે અદ્યતન ક્રાયો સ્ટેટ માઈક્રો ટોમ મશીન વસાવવા નિર્ણય લેવામા આવ્યો છે. 28.91 લાખની કિંમતના આ મશીનની મદદથી દર્દીની જે સમયે સર્જરી ચાલી રહી હોય એ સમયે તબીબોને મદદ મળી રહે છે. આ મશીનથી કેન્સરનું નિદાન ઉપરાંત કેન્સરનો રોગ કયા સ્ટેજમાં છે એ પણ જાણી શકાય છે. શારદાબહેન હોસ્પિટલ માટે 37.94 લાખના ખર્ચે વસાવવામાં આવનારા મશીનની મદદથી લીવર, કિડની ઉપરાંત પિત્તાશય અને પ્રોસ્ટેટ સહિતના રોગનું ઝડપી નિદાન કરી શકાશે.
હોસ્પિટલ કમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં આ મશીનની ઉપયોગીતાને લઈને આધુનિક મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ હોસ્પિટલોમાં તબક્કા વાર સુવિધા ઉપલબ્ધ બનશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject