અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમા હવે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ સામે આવી છે. જેમાં તે રેપ વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે.
SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ
SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ છે. જેમાં તેને 2 મહિના પહેલાં જ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે રેપ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે રેપ સોંગનાં લિરિક્સમાં પોતે જ પોતાને ઝાલીમ હત્યારા તરીકે ઓળખાવી રહ્યો છે. જો કે આ તો ગીતનાં શબ્દો માત્ર છે પરંતુ હાલની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક આ શબ્દો સાચા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં તથ્યને ઘણાં વ્યુ મળ્યા છે.
કચ્છનાં રણમાં ફિલ્માવવામાં આવ્યું છે સોન્ગ
આ વિડીયો કચ્છનાં રણમાં ફિલ્માવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. તેમાં લોકોએ તેને અભિનંદન આપતી કોમેન્ટ્સ પણ કરી છે. આ વિડીયોમાં 6 હજારથી વધારે વ્યુઝ છે જે હિટ એન્ડ રનની ઘટના બાદ સતત વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નબીરો તથ્ય પટેલ સારી લકઝરીયસ લાઈફ જીવતો દેખાય છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર ઘણાં ફોટોમાં જોવા મળી રહ્યો છે. તથ્ય પટેલની મોંઘી ગાડીઓ સાથે અને મોજ શોખ સાથેના ફોટોમાં જોવા મળી રહ્યા છે. તેમજ હજી એક અઠવાડિયા પહેલા જ તેને ઘણા નવા નવા ફોટો પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Accident : પંજાબી સોંગ પર ખૂલ્લા હાથે ગાડી ચલાવતો જોવા મળ્યો Tathya Patel, Video