Home » ઉત્તરાયણની મજા વચ્ચે અનેકના જીવનની દોરી કપાઈ ગઈ, સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા
ઉત્તરાયણની મજા વચ્ચે અનેકના જીવનની દોરી કપાઈ ગઈ, સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
91
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની બે દિવસ મન મુકી લોકોએ મજા કરી..આ પર્વની મજા અનેક લોકો માટે પણ સજા બની ગઈ..જેમાં 11 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો.તહેવાર તેમના પરીવાર માટે માતમમાં ફેરવાઈ ગયો..જ્યારે 140 લોકોને નાની મોટી ઇજા થઈ.. 50 થી વધુ લોકો ધાબા પરથી નીચે પટકાયા હતા..
દોરી વાગવાના સૌથી વધુ કેસ અમદાવાદમાં
દોરી વાગવાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા..જેમાં 60 જેટલી ઘટના અમદાવાદમાં નોંધાઈ છે..સાથે આ બે દિવસ દરમીયાન 12 હજારથી પણ વધુ લોકોને માર્ગ અક્સમાત માં ઈજા પહોંચી હતી…અમદાવાદમાં સૌથી વધુ 60 લોકોને પંતગની દોરીથી ઈજા થઈ હતી…દોરી તેમજ માર્ગ અકસ્માતમાં બારસો થી વધુ લોકો ઘાયલ થયા હતા…ઈમરજન્સી સેવા 108ને 14 જાન્યુઆરીના પતંગની દોરીથી ઈજાના 92,પંતગ ચડાવતા પડવાની 34, માર્ગ અકસ્માતની 820, પડી જવાની 368 જ્યારે મારા- મારીની 343 ઘટના નોંધાઈ છે.આમ ઉત્તરાયણના દિવસે 1600 થી વધુ ઘટનાઓ સામે આવી હતી..જેન સરખામણીએ 23 ટકા જેટલા રાહતજનક ઓછા કેસ આવ્યા છે..ઈમરજન્સીના સૌથી વધ 162 કોલ્સ સાંજે 6 વાગે,સાંજે પાંચ વાગે 152 કોલ્સ આવ્યા હતા.વાસી ઉત્તરાયણ પર 6 વાગ્યા સુધીમાં 100થી વધુ કોલ્સ આવ્યા હતા..જેમાં દોરી વાગવાના 38 ,પતંગ ચગાવતા પડી જવાના 12 કેસ,માર્ગ અકસ્માતની 461, પડી જવાના 193 કેસ નોંધાયા હતા..વાસી ઉત્તરાયણ પર ઈમરજન્સીના 817 ઘટના નોંધાઈ હતી..રાત્રી સુધીમાં જેની સંખ્યા 1 હજારને પાર પહોંચી હતી.
અમદાવાદ સિવિલમાં 40 થી વધુ લોકો દોરી વાગવાથી ઇજાગ્રસ્ત દાખલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 40 થી વધુ લોકોને દોરી વાગવાની ઘટનામાં દાખલ કરાયા હતા..ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ લોકો માટે મજા કરવાનો પર્વ હતો પરંતુ અનેક લોકો માટે આ મુશ્કેલીઓનો પર્વ બની ગયો..અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 40 જેટલા લોકોને દાખલ કરવા પડ્યા..જેમાં સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 31 અને અસારવા સિવિલમાં 11 દર્દીનો સમાવેશ થાય છે..અસારવા સિવિલમાં 8 કેસ ટેરેસ પરથી પડી જવાથી ઈજા પહોંચ્યાના સામે આવ્યા હતા. ..જ્યારે વાસી ઉત્તરાયણમાં 4 વ્યકિતઓને પડી જવાથી ઈજા પહોંચી હતી..બે દિવસમાં કુલ 59 દર્દી ઓને દાખલ કરવામાં આવ્યા છે..
ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં કેસ સામે આવ્યા છે.. અમદાવાદમાં દોરીથી ઈજા થવાના 59 કેસ, પડી જવાના 160 કેસ, અકસ્માતના 206 કેસ, મારા મારીના 118 કેસ સામે આવ્યા હતા..સુરતમાં દોરી થી ઈજા થવાના 5 કેસ , પડી જવાના 59 કેસ , અકસ્માતના 134 કેસ, મારા મારીના 32 કેસ નોંધાયા હતા.. વડોદરામાં દોરીથી ઈજાના 15 કેસ,પડી જવાના 57 કેસ,અકસ્માતના 76 કેસ,મારા મારીના 11 કેસ નોંધાયા હતા. રાજકોટમાં દોરીથી ઇજાના 2 કેસ, 45 કેસ પડા જવાના અને અકસ્માતના 74 કેસ તો મારા મારીના 25 કેસ નોંધયા હતા.કચ્છમાં દોરી વાગવાનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી તો પડી જવાના 3 કેસ અને અકસ્માતના 32 કેસ તો મારા મારીના 7 કેસ નોંધાયા હતા
રાજ્યમાં 607 કેસ ધાબા પરથી પડી જવાના સામે આવ્યા
રાજ્યમાં આમ કુલ વાત કરીએ તો 130 કેસ દોરી વાગવાના 607 કેસ પડી જવાના, 1281 કેસ અકસ્માતના અને 4565 કેસ મારા મારીના સામે આવ્યા હતા…આમ અનેક લોકો જ્યારે પર્વની ઉજવણીમાં મસ્ત હતા ત્યારે ઘણી વખત રજુઆત છતાં લોકો એ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કર્યો હતો..તેમજ દોરી ને કારણે લોકોને ગંભીર ઈજાઓ પોંહચી હતી..તેમજ ઘણા અકસ્માત થયા હતા..
આ પણ વાંચોઃ કાઇપો છે…ની બુમો વચ્ચે દબાઇ ગઇ પક્ષીઓના દર્દની ચિચયારીઓ, એકલા ભરૂચમાં 18 પક્ષીઓના મોત, 45 ઘાયલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject