સરકારી શાળામાં ખેલદિલી વધે તે હેતુસર સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સરકાર સાથે BCCI અને UNICEF દ્વારા સહિયારો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બાળકોમાં ખેલદિલી વધે તેના માટે નવતર પ્રયત્નો હાથમાં લેવામાં આવ્યા છે. સરકારી શાળાઓના બાળકો ક્રિકેટ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે તે હેતુથી Criiio for Good Project લોન્ચ કરાયો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરની હાજરીમાં પ્રોજેક્ટ લોન્ચ કરાયો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે