Home » ધ્વનિ પટેલની USમાં ઉડાન, 20 વર્ષની ઉંમરે પાઇલોટ તરીકે પસંદગી
ધ્વનિ પટેલની USમાં ઉડાન, 20 વર્ષની ઉંમરે પાઇલોટ તરીકે પસંદગી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
70
પુરુષો જ માત્ર શિખરે પહોંચે તે વાત હવે જુની થઇ ગઇ છે. કારણ કે, હવે મહિલાઓ પુરુષોને લગભગ દરેક ક્ષેત્રે સતત ટક્કર આપી રહી છે. તાજેતરમાં એક અમદાવાદી યુવતીએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે બાદ તેના માતા-પિતા અને ખાસ કરીને ગુજરાતને તેના પર ગર્વ થયો છે.
અમદાવાદની આ યુવતીએ માત્ર 20 વર્ષની ઉંમરે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે મેળવવાનું લોકો સપનું જોતા હોય છે. અમદાવાદની આ યુવતીને અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની પસંગી થઈ જતા હવે તે અમેરિકામાં ઉડાન ભરશે. આ યુવતીનું નામ ધ્વનિ પટેલ છે, આ શિખરે પહોંચનારી ધ્વનિ પટેલ સૌથી નાની ઉંમરની અમેરિકન પાયલોટ બની છે. ગુજરાતની આ દીકરીએ પાયલોટ બનીને ગુજરાતનું જ નહીં પણ ભારતનું પણ નામ રોશન કર્યું છે. ધ્વનિ પટેલ અમદાવાદમાં ઘાટલોડિયાની રહેવાસી છે. ધ્વનિના આ શિખરે પહોંચવા પર તેના પિતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે, તેમણે ધ્વનિને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે.
ધ્વનિ પટેલે પોતાના અભ્યાસ અંગે કહ્યું કે, મે ધોરણ 12 બાદ યુએસમાં ફ્લાઇંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. મે આ માટે ટ્રેનિંગ 1 વર્ષમાં પૂર્ણ કરી હતી. વળી આ ટ્રેનિંગમાં મારી સાથે કોઇ ગુજરાતી નહોતા. વળી ઈન્ડિયનમાં પણ છોકરીઓમાં હું જ એકમાત્ર હતી, અન્ય છોકરાઓ હતા પરંતુ છોકરીઓમાં હું એક માત્ર હતી. મે આ ટ્રેનિંગ દરમિયાન ઘણા ચેલેન્જ જોયા હતા. પરંતુ અમને ટ્રેનિંગમાં પહેલા જ આ ચેલેન્જ અંગે જાણકારી આપવામાં આવી હતી. હું નાની ઉંમરથી જ પાઇલોટ બનવાની ઇચ્છા રાખતી હતી. આ સપનું પૂરું કરવામાં મને મારા પિતાએ ખૂબ જ મદદ કરી છે. તેમને પિતા કહું તો પણ અને ટીચર કહું તો પણ, તેઓ બંને ભૂમિકામાં મારી સાથે રહ્યા છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject