Home » અમદાવાદમાં ગરમીની અસર બાળકો પર, શરીરમાંથી પાણી ઘટી જતા બાળકો બીમાર
અમદાવાદમાં ગરમીની અસર બાળકો પર, શરીરમાંથી પાણી ઘટી જતા બાળકો બીમાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
80
ગુજરાતભરમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર અમદાવાદની વાત કરીએ તો અહીં ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. જેની અસર હવે બાળકો પર પડી રહી છે.
અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, ત્યારે સામાન્ય રીતે પણ અહીં તાપમાન અન્ય શહેરો કરતા વધુ જ હોય છે. શહેરમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો એટલો વધી ગયો છે કે, અહીં બાળકો મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે. જીહા, કાળઝાળ ગરમીથી અમદાવાદ શહેરમાં રોગચાળામાં વધારો થયો છે. ત્યારે સૌથી વધુ બાળકો બીમાર થઇ રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ગરમીનું પ્રમાણ એટલું છે કે, બાળકોના શરીરમાંથી પાણી ઘટી રહ્યું છે બાળકોમાં ઝાડ-ઉલટીના કેસમાં વધારો થયો છે. અમદાવાદની સોલા-સિવિલમાં બીમારીના કારણે 460 બાળકો સારવાર હેઠળ છે. તબીબોના મતે બાળકોમાં હજુ પણ જાખમ વધી શકે છે. સોલા સિવિલમાં ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી ઝાડાના 233, ઝાડા-ઉલટીના 86 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ફેબ્રુઆરીમાં ઝાડાના 137 જ્યારે માર્ચના 20 દિવસમાં જ 96 કેસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતમાં સુર્ય અગન જ્વાળા ફેંકી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અનેક શહેરોમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતી ગરમીનો લોકો અનુભવ કરશે. 28, 29 અને 30 માર્ચ સુધી કચ્છ, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે આ વર્ષે ગરમીએ ગુજરાતમાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 15 માર્ચ પહેલા જ 38થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો હાલમાં ગુજરાતના મોટા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject