
ડેડિયાપાડામાં ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સામૂહિક દૂષ્કર્મ કરનાર 6 સગીર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત અનુસાર, ડેડિયાપાડામાં ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલે જવાને બદલે ડેડિયાપાડા એસટી ડેપો ગઈ હતી અને તેનો પીછો આરોપી સગીરોએ કર્યો હતો. આરોપી સગીરોએ આ સગીરાને PWDનાં જૂના ક્વાર્ટરમાં લઈ ગયા હતા અને સગીરા પર દૂષ્કર્મ આચર્યું હતું અને દૂષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા.