Home » ‘અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 15 હજાર આપવા પડશે’ સુરતના ખંડણીખોર સામે નોંધાઇ FIR
‘અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 15 હજાર આપવા પડશે’ સુરતના ખંડણીખોર સામે નોંધાઇ FIR
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
112
લીંબાયત વિસ્તારમાં કેટલાક અસામાજિક અને ગુંડા તત્વો સામાન્ય નાગરિકોને યેન કેન પ્રકારે ડરાવતા ધમકાવતા હોવાના બનાવો સામે આવતા હોય છે.દરમિયાન માથા ભારે હાસીમ સિદ્દીકી દ્વારા હાર્ડ વેયરના દુકાનદારને ડરાવી ધમકાવીને તેની પાસેથી રૂ.૧૫ હજાર પડાવી લેવામાં આવતા મામલો લીંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે હાસીમ સહીત ચાર બદમાશો સામે ગુનો નોંધ્યો છે,લીંબાયત ખાતે આવેલા કુબા મસ્જિદની સામે ગાંધી ચોકમાં રહેતો ઈલ્યાસ ખાલીદ જનાબ ઈદગાહ રોડ કુબા મસ્જિદ સામે તવક્કલ ઈલેક્ટ્રીક અને હાર્ડવેયર નામથી દુકાન ધરાવે છે.
8 ફેબ્રુઆરીએ સાંજે દુકાન પર પહોંચી આપી ધમકી
દરમિયાન ૮ મી ફેબૂઆરી એ સાંજે માથાભારે હાસીમ સિદ્દીક તથા તેની સાથે અન્ય ત્રણ ઈસમો ઈલ્યાસ જનાબની દુકાને ધસી ગયા હતા.હાસીમેં તેને ધમકી આપી કહેવા લાગ્યો હતો કે “તું ઇધર ક્યુ ધંધા કરતા હૈ અને ગાળો આપવા લાગ્યો હતો તેમજ ધમકાવવા લાગ્યો હતો કે “તુજે યહાઁ ધંધા કરના હૈ તો તુજે મેરે કો હર મહિને પંદરા હજાર રૂપિયા દેના પડેગા”સમગ્ર મામલે ઇલ્યાસ જનાબ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
હાસીમ દ્વારા યુવકને જાનથી મારી નાખવાની ધમકી
ધમકીને પગલે ડરી ગયેલા ફરિયાદી દુકાનદાર ઈલિયાસે, માથાભારે હાસીમને રૂ. ૧૫ હજાર આપી દીધા હતા ત્યાર બાદ પણ હાસીમ દ્વારા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઇલ્યાસ જનાબ દ્વારા હાસીમ સિદ્દીક અને તેની સાથે આવેલા અન્ય ત્રણ જણા વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,લીંબાયત પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે, જો કે પોલીસમાં પોતાના વિરૂદ્ધ ગુનો નોંધાયો હોવાની માથા ભારે હાસીમ સિદ્દિકી ને જાણ થતાં હાલ તે ફરાર થઈ ગયો છે.સમગ્ર મામલે પોલીસે ખંડણી માંગનાર આરોપી ઓની શોધખોળ હાથ ધરી છે
સ્થાનિકો અને વેપારી આલમમાં ડરનો માહોલ
માથાભારે હાસીમ સિદ્દિકી સામે અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે અને હવે લીંબાયત વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બનાવી લીધા બાદ સીધી ફિલ્મી સ્ટાઈલમાં ખંડણી માંગી હોવાથી સ્થાનિકો અને વેપારી આલમમાં ડરનો માહોલ ઉભો થયો છે, જેથી શહેરમાંથી ક્રાઇમ ઘટાડવા માંગતી પોલીસ દ્વારા હાસીમ સિદ્દિકી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધે તેવી પણ શક્યતા અને સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject