Download Apps
Home » ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતને મળી કારમી હાર, ટીમને રન રેટમાં પડ્યો ફટકો

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતને મળી કારમી હાર, ટીમને રન રેટમાં પડ્યો ફટકો

ICC મહિલા વર્લ્ડ કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવનાર ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહિલા વર્લ્ડ કપ 2022ની આઠમી લીગ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 62 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવી હતી. 
ન્યૂઝીલેન્ડની ત્રણ મેચમાં આ બીજી જીત છે. વળી, બે મેચમાં ભારતની આ પ્રથમ હાર છે. મોટી હાર સાથે ભારતનો નેટ રન રેટમાં પણ મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધી ભારતનો નેટ રન રેટ 2થી વધુ હતો, પરંતુ આ મેચ બાદ તે નીચે આવી ગયો છે. મહિલા વર્લ્ડ કપમાં ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચ અસલમાં કેપ્ટન તરીકે મિતાલી રાજ અને સોફી ડિવાઈન વચ્ચે હતી. મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 261 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને સ્મૃતિ મંધાના 6 રન બનાવીને જેસ કેરના બોલ પર કેચ આઉટ થઈ ગઈ હતી. આ પછી દીપ્તિ શર્મા 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 

કેપ્ટન મિતાલી રાજ અને યસ્તિકા ભાટિયા વચ્ચે 24 રનની ભાગીદારી થઈ હતી. ભાટિયા 28 રન બનાવીને આઉટ થઇ હતી. મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે 47 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ મિતાલી રાજ (31) આગળ જઈને શોટ રમવામાં સ્ટમ્પ આઉટ થઈ ગઈ હતી. તે પછીના જ બોલ પર રિચા ઘોષની વિકેટે ભારતને મેચમાં પાછળ ધકેલી દીધી. અંતમાં હરમનપ્રીત કૌરે મોટા શોટ રમ્યા હતા. તે 71 રન બનાવીને કેચ આઉટ થઇ હતી. ભારતની આખી ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ માટે લેયા તાહુહુ અને એમેલિયા કેરે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે હેલી જેન્સને છેલ્લી 2 વિકેટો (ઝુલન ગોસ્વામી અને રાજેશ્વરી ગાયકવાડ) લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પૂજા વસ્ત્રાકરે ન્યૂઝીલેન્ડને પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે ઝુલન ગોસ્વામીની બોલ પર સુઝી બેટ્સને રન આઉટ કરી. આ પછી કેપ્ટન સોફી ડિવાઇન અને એમેલિયા કેર વચ્ચે 45 રનની ભાગીદારી થઈ હતી. એમેલિયા કેરે 50 રન બનાવ્યા હતા. ટીમ તરફથી એમી સેથવેટે સૌથી વધુ 75 રનની ઇનિંગ રમી હતી. અંતે, કેટી માર્ટિને નિર્ણાયક 41 રન બનાવ્યા. ભારતીય મહિલા ટીમની ફિલ્ડિંગ ઘણી વખત નબળી દેખાઇ રહી હતી અને મિતાલી રાજ, પૂજા વસ્ત્રાકર આસાન કેચ પકડી શકી ન હતી.
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા