વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 9 વર્ષમાં 8મી વખત અમેરિકા ગયા છે. આમ છતાં તેમની આ મુલાકાત અગાઉની તેમની અમેરિકાની તમામ મુલાકાતો કરતા ખાસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ડિનરને પણ મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે, એવું એટલા માટે કારણ કે તેઓ આ વખતે સ્ટેટ ગેસ્ટ તરીકે અમેરિકા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ તેના 4 વર્ષના કાર્યકાળ દરમ્યાન માત્ર એકજ વખત કોઇ દેશના વડાને સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રિત કરી શકે છે, માટે જો બાઇડેન દ્વારા આપણા વડાપ્રધાન નરેન્દ્રમોદીને સ્ટેટ ગેસ્ટ દ્વારા આમંત્રણ મળવું એ ખુબજ ગર્વની વાત છે.જ્યારે કોઇ દેશ અન્ય દેશના વડાને સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રિત કરે છે ત્યારે ગેસ્ટની મુલાકાતનો તમામ ખર્ચ યજમાન દેશ ઉપાડે છે.
રાજનીતિજ્ઞો અનુસાર અમેરિકાનું સ્ટેટ ડિનર એટલે કે રાજકીય ભોજ ભારતીય ઇતિહાસના એ રાજા-મહારાજાઓ જેવું છે, જ્યારે કોઇ મોટા કે શક્તિશાળી રાષ્ટ્રના રાજાનું કોઇ બીજા રાજા ભવ્ય સ્વાગત કરતા હતા, જેથી સંબંધો વધુ ગાઢ બને..તે સમયે રાજકીય ભોજ મિત્રતા ગાઢ બનાવવા ઉપરાંત રાજકુમાર કે રાજકુમારીના વૈવાહિક સંબંધ સ્થાપવા માટે પણ મહત્વપૂર્ણ મનાતું. રાજકીય ભોજનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં પણ જોવા મળે છે, તે સમયે મોટા-મોટા રાજા પોતાના સમકક્ષ શક્તિશાળી રાજાઓને રાજકીય ભોજ માટે આમંત્રિત કરતા હતા અને પછી તેમના રાજ્ય ઐતિહાસિક સંબંધો તરફ આગળ વધતા હતા.